Samsung Galaxy A 2020 સીરીઝ 12 ડિસેમ્બરના થશે લૉન્ચ, જાણો શું હશે ખાસ

03 December, 2019 03:24 PM IST  |  Mumbai Desk

Samsung Galaxy A 2020 સીરીઝ 12 ડિસેમ્બરના થશે લૉન્ચ, જાણો શું હશે ખાસ

દક્ષિણ કોરિયાની કંપની Samsungએ પોતાના Galaxy A 2020 સીરીઝને લઈને ટીઝ કરવાનું શરૂ કરી દીધું છે. આ સીરીઝ હેઠળ પહેલો ફોન Galaxy A51 થઈ શકે છે. આનો પ્રોમો વીડિયો Samsung Vietnamની ઑફિશિયલ વેબસાઇટ પર શૅર કરવામાં આવ્યા છે. આ પ્રમાણે, આ સીરીઝ 12 ડિસેમ્બરના લૉન્ચ થશે. આ ટીઝરમાં ફોનનું નામ રિવીલ નથી કર્યું. પણ આમાં બતાવવામાં આવ્યું છે કે જે ફોન લૉન્ચ કરવામાં આવશે તેમાં પંચ-હોલ ડિસ્પ્લે આપવામાં આવશે. આ ડિઝાઇન મોટાભાગે Galaxy A51 જેવી છે.

Samsung Galaxy A51ના સંભાવિત ફીચર્સઃ આ ફોન 12 ડિસેમ્બરના લૉન્ચ કરી શકાય છે. આ ફોનને ભારતીય માર્કેટમાં પણ લૉન્ચ કરી શકાય છે. આ ફોનને લઈને આ પહેલા કેટલા ફીચર્સ લીક કરવામાં આવ્યા હતા. આ ફોનમાં બેઝલ-લેસ ડિસ્પ્લે આપવાની આશા છે. આની સાથે જ Infinity-O OLED પેનલ સહિત પંચ-હોલ કટઆઉટ પણ આપી શકાય છે. ફોનના બેક પેનલ પર કર્વ્ડ ગ્લૉસી પેનલ અને L-શેપ્ડ કર્વડ કેમરા સેટઅપ આપવામાં આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

tech news technology news samsung