છેલ્લા ચાર મહિનામાં 5 વાર ઠપ થઈ સોશિયલ મીડિયાની આ એપ

09 July, 2019 07:44 PM IST  | 

છેલ્લા ચાર મહિનામાં 5 વાર ઠપ થઈ સોશિયલ મીડિયાની આ એપ

અત્યારે જ્યારે આપણે સોશિયલ મીડિયા વગર રહી નથી શકતા. ત્યારે જો સોશિયલ મીડિયા સાઈટ્સ જ ઠપ થઈ જાય તો.. હાલમાં જે છેલ્લા 4 મહિનામાં આવુ બની ચૂક્યું છે. છેલ્લા 4 મહિનામાં ટ્વિટર સિવાય વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ એપ કલાકો સુધી બંધ રહી હતી જેને ટેક્નિકલ ભાષામાં એપ ડાઉન થઈ જવી કહેવાય છે. સોશિયલ મીડિયા પૈકી એકમાત્ર ટ્વિટર જ એવી એપ હતી જે ડાઉન થઈ હતી નહી.

એપ ડાઉન થવા વિશે મુંબઈના એક યૂઝરે કહ્યું હતું કે, એપ ડાઉન થવાના કારણે આપણને ખ્યાલ આવે છે કે આપણે સોશિયલ મીડિયા પર કેટલા નિર્ભર છીએ. લોકો પાસે હાલ એવા એપ રાખવાની જરૂર પડી છે કે આપણો પાણી પીવાનો સમય થઈ ગયો છે. કદાચ જો એપ્સ કામ કરતી બંધ થઈ જાય તો આપણને બેચેની થવા લાગે છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, સોશિયલ મીડિયા સાથે આપણે કેટલી હદ સુધી જોડાયેલા છીએ.

આ પણ વાંચો: કાર્ટૂન્સ કે જે તમને યાદ અપાવશે તમારા બાળપણની

છેલ્લા 4 મહિનામાં એપ્સના ડાઉન થવામાં સૌથી વધારે સમસ્યા ઈન્સ્ટાગ્રામમાં જોવા મળી હચી. ફેસબુકની બધી જ એપને ડાઉનનો સામનો કરવો પડ્યો હતો. 14 માર્ચે ઈન્સ્ટાગ્રામને સૌથી વધારે સમય માટે 12 કલાક સુધી ડાઉનનો સામનો કરવો પડ્યો હતો. પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, ઈન્ટરનેટની સમસ્યાને કારણે એપ્સ કામ કરી રહી નથી. પરંતુ ત્યારબાદ બાદ સ્પષ્ટ થયું હતું ફેસબુક ડાઉન થવાના કારણે તેની અસર અન્ય એપ્સ પણ પડી હતી.

facebook tech news gujarati mid-day