રક્ષાબંધનના પર્વે બહેનને આપો આ સેફ્ટી ગેજેટ, કરશે સુરક્ષા

12 August, 2019 03:27 PM IST  |  મુંબઈ

રક્ષાબંધનના પર્વે બહેનને આપો આ સેફ્ટી ગેજેટ, કરશે સુરક્ષા

રક્ષાબંધને બહેનને શું ઘિફ્ટ આપશો, તેને લઈને દરેક ભાઈ ચિંતિત હોય છે. બહેનને શું ગમશે અને શું નહીં ગમે, એ વિચારવમાં જ રક્ષાબંધન નજીક આવે છે. પણ રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને આખી જિંદગી રક્ષા કરવાનું વચન લે છે. ત્યારે આ પર્વે તમે તમારી બહેનને સેફ્ટી ગેજેટ ગિફ્ટ આપી શકો છો. આ સેફ્ટી વિયરેબલ દેખાવમાં સ્ટાઈલિશ છે, સાતે જ તે મુશ્કેલ સમયમાં તમારી બહેનને મદદગાર પણ રહેશે.

ઓપ્ટિસેફ માય હીરો

આ ડિવાઈસ દેખાવમાં નાનું છે, પણ છે ઉપયોગી. જ્યારે તમારી બહેન ઘરની બહાર હોય અને કોઈ મુશ્કેલી આવે તો તે કામ આવી શકે છે. તેના દ્વારા ગ્રુપના સભ્યોને ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલી શકાય છે. ઈમરજન્સીના સમયમાં તેનાથી સાયરન જેવો મોટો અવાજ કરી શકાય છે. તેમાં SOS મેસેજ મોકલવાની સાથે લાઈવ લોકેશન ટ્રેકર પણ છે. સાથે જ ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ પણ કરી શકાય છે. બસ તેને ઓપ્ટિસેફ મોબાઈલ એપ સાથે કનેક્ટ કરવું પડે છે.

સેફલેટ-ઈન્દ્ર

આ ડિવાઈસ બ્રેસલેટની જેમ પહેરવામાં આવતી સ્માર્ટ ડિવાઈસ છે. જે બ્લૂટૂથને સપોર્ટ કરે છે. તેમાં બે બટન આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ઈમરજન્સીમાં કરી શકાય છે. આ એપ દ્વારા એક નેટવર્ક તૈયાર કરી શકાય છે, જેમાં ફ્રેન્ડ્ઝ અને ફેમિલીના સભ્યોને એડ કરી શકાય છે. તેની ખાસિયત એ છે કે ઈમરજન્સીની સ્થિતિમાં રેકોર્ડેડ વોઈસ મેસેજ પણ મોકલી શકાય છે. સાથે જ બ્રેસલેટના માધ્યમથી તમે તમારી બહેનને ટ્રેક પણ કરી શકો છો. તેમાં બસ એક બટનથી જોડાયેલા બધા જ લોકોને એલર્ટ મોકલી શકો છો.

સેફર સ્માર્ટ જ્વેલરી

આ ગેજેટ દેખાવમાં જ્વેલરી જેવું લાગે છે, પરંતુ આ પણ એક સ્માર્ટ ડિવાઈસ છે. તે બ્લૂટૂથને સપોર્ટ કરે છે અને 7 દિવસની બેટરી બેકઅપ સાથે આવે છે. તેને ફક્ત 15 મિનિટમાં ચાર્જ કરી શકાય છે. આ ગેજેટમાં ઘણાં ઉપયોગી ફીચર્સ છે. ઈમરજન્સી દરમિયાન બે વાર પ્રેસ કરવાથી એલર્ટની સાથે સાથે તમારા લોકેશનની માહિતી પરિવારના એ સભ્યોને મળે છે, જેનો નંબર તમે આમાં ફીડ કરેલો છે.

આ પણ વાંચોઃ રાશિ પ્રમાણે ભાઈને બાંધો લકી કલરની રાખડી, થશે પ્રગતિ

એથેના

આ બ્લેક કલરનું નાનકડું પેન્ડેન્ટ જેવું દેખાતું ડિવાઈસ છે. જેને પર્સમાં રાખી શકાય છે કે પછી કપડા સાથે પિન કરીને પહેરી શકાય છે. જો તમે ઈચ્છો તો તેને નેકલેસની જેમ પણ પહેરી શકો છો. આ ડિવાઈસમાં એક બટન છે. જો યુઝર તે બટન ત્રણ સેકન્ડ સુધી દબાવી રાખે તો મોટો એલાર્મ વાગે છે. સાથે જ ફ્રેન્ડ્ઝ અને ફેમિલી મેમ્બર્સને કરન્ટ લોકેશનની માહિતી મળી જાય છે. આ બટનને ત્રણવાર ઝડપથી દબાવાતી સાઈલન્ટ એલર્ટ પણ મોકલી શકાય છે.

life and style raksha bandhan