રાશિ પ્રમાણે ભાઈને બાંધો લકી કલરની રાખડી, થશે પ્રગતિ

Published: Aug 11, 2019, 18:42 IST | અમદાવાદ

રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર. આ દિવસે બહેન પોતાના ભાઈઓને રાખડી બાંધે છે. બદલામાં ભાઈઓ પ્રેમ, ગિફ્ટ અને રક્ષાનું વચન આપે છે.

રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર. આ દિવસે બહેન પોતાના ભાઈઓને રાખડી બાંધે છે. બદલામાં ભાઈઓ પ્રેમ, ગિફ્ટ અને રક્ષાનું વચન આપે છે. જો બહેન આ દિવસે પોતાના ભાઈની રાશિને દ્યાનમાં રાખીને લકી કલરની રાખડી બાંધે તો તેમના જીવનમાં પ્રગતિ, ઉન્નતિ અને સફળતા મળસે.

જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટે કહેવું છે કે આ વર્ષે 15 ઓગસ્ટે શ્રાવણી પૂનમના દિવસે બહેનોએ પોતાના ભાઈઓને રાશિ પ્રમાણે રાખડી બાંધવી જોઈએ.

મેષ

આ રાશિના જાતકો માટે લાલ અને પીળો રંગ શુભ છે. બહેનોએ લાલ અને પીળા રંગના દોરાવાળી રાખડી બાંધવી જોઈએ. તેનાથી તેમના જીવનમાં સારા પરિણામ મળશે.

વૃષભ

વૃષભ રાશિના લોકોનો લકી કલર સફેદ અને વાદળી છે. બાઈઓને આ જ રંગની રાખડી બાંધો. એમ કરવાથી તેમના સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.

મિથુન

આ રાશિના લોકો માટે લીલો અને સફેદ રંગ ભાગ્યશાળી હોય છે. તેમના માટે લીલા રંગની રાખડી સારી રહેશે. તેનાથી તેમને સફળતા મળશે.

કર્ક

આ રાશિના જતકોનો લકી કલર પીળો, લીલો અને સફેદ હોય છે. રક્ષાબંધનના દિવસે બહેનોએ ભાઈને આ રંગના દોરાવાળી રાખડી બાંધવી જોઈએ. તેનાથી જીવનમાં સુખ મશે.

સિંહ

આ રાશિના લોકોનો શુભ રંગ ગુલાબી, લીલો અને પીળો છે. આ રંગ આ રાશિના જાતકોનો ઉગ્ર સ્વભાવ નિયંત્રણમાં રાખે છે. ત્યારે બહેનોએ આ રંગની રાખડી બાંધવી જોઈએ

કન્યા

આ જાતકો માટે લીલો, પીળો અને સફેદ રંગ સર્વોત્તમ છે. રક્ષાબંધનના દિસવે આ રંગની રાખડી બાંધવી જોઈએ. લીલા રંગની રાખડીથી ગ્રહદોષ દૂર થાય છે.

તુલા

આ રાશિના જતકો માટે સફેદ, લીલો અને વાદળી રંગ ભાગ્યશાળી હોય છે. આ રાશિના લોકો માટે સફેદ અને વાદળી રંગની રાખડી સારી રહેશે.

વૃશ્ચિક

લાલ, પીળો, વાદળી, ડાર્ક રેડ કે મરૂન રંગ વૃશ્ચિક રાશિના જાતકો માટે પ્રભાવશાળી હોય છે. બહેનોએ આ રંગની રાખડી બાંધવી જોઈએ.

ધન

ધન રાશિના લોકો માટે લીલો, લાલ અને પીળો લકી કલર છે. ત્યારે આ રક્ષાબંધને તેમને આ રંગની રાખડી બાંધો

મકર

મકર રાશિના લોકો માટે સફેદ, લાલ અને હલકો વાદળી કે આસમાની રંગ યોગ્ય છે. જો આ રંગની રાખડી બાંધશો તો તેમના જીવનમાં સકારાત્મક્તા આવસે.

કુંભ

કુંભ રાશિના લોકો માટે સફેદ, લાલ અને વાદળી રંગ શુભનો પ્રતીક છે. આ જાતકોને આ રંગની રાખડી બાંધો

મીન

પીળો, સફેદ અને લીલો આ રાશિના લોકોના વ્યક્તિત્વને નિખારે છે, તેમના માટે શુભ હોય છે. બહેનોએ આ રંગની રાખડી બાંધવી જોઈએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK