Hide Camera પછી OnePlus લાવી રહ્યું છે 'મિસ્ટ્રી' ડિસ્પ્લે ટેક્નોલૉજી

11 January, 2020 03:53 PM IST  |  Mumbai Desk

Hide Camera પછી OnePlus લાવી રહ્યું છે 'મિસ્ટ્રી' ડિસ્પ્લે ટેક્નોલૉજી

તસીવર સૌજન્ય જાગરણ

ચીની પ્રીમિયમ સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlusએ CES 2020માં Hide Camera ટેક્નોલૉજીવાળા સ્માર્ટફોન Concept One શોકેસ કર્યું હતું. હવે કંપની ટૂંક સમયમાં જ યૂઝર્સ માટે 'મિસ્ટ્રી' ડિસ્પ્લે ટેક્નોલૉજીને 13 જાન્યુઆરીના શોકેસ કરવામાં આવશે. ચીની સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ Weibo પર કંપનીએ પોતાના અધિકારિક હેન્ડલથી આ નવી 'મિસ્ટ્રી' સ્ક્રીન ટેક્નોલૉજીને ટીઝ કર્યા છે. આ સ્ક્રીન ટેક્નોલૉજીને રિવીલ કરવા માટે કંપનીએ 13 જાન્યુઆરીના ઇવેન્ટ માટે ઇન્વાઇટ પણ મોકલવામાં આવ્યા છે. જોકે, આ સ્ક્રીન ટેક્નોલૉજીના વિષયમાં કોઇપણ માહિતી કંપનીએ રિવીલ નથી કરી છે. કંપનીના ઑફિશિયલ હેન્ડલથી શૅર કરવામાં આવેલી તસવીરોમાં સ્ક્રીનનું સ્કેચ જોઇ શકાય છે.

OnePlusએ તાજેતરમાં સંપન્ન થયેલા CES 2020માં OnePlus Concept One સ્માર્ટફોનને શોકેસ કર્યું હતું. આ સ્માર્ટફોનમાં ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસનો ઉપયોગ કર્યો છે, જે કે રિયર ફેસિંગ કૅમેરાને હાઇડ કરી દે છે. આ માટે, 13 જાન્યુઆરીને આયોજિત થાનારા ઇવેન્ટમાં કંપની પોતાની નવી સ્ક્રીન ટેક્નોલૉજીને શોકેસ કરી શકે છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ આ વર્ષે લૉન્ચ થનારી કંપનીના આગામી સ્માર્ટફોન્સમાં જોઇ શકાય છે.

આ પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવી ડિસ્પ્લે ટેક્નોલૉજીને શોકેસ કરી શકે છે. કંપનીએ ગયા વર્ષે 90Hz રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે ટેક્નોલૉજીને શોકેસ કર્યા હતા. કંપની આ વર્ષે 120Hz રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લેને આ ઇવેન્ટમાં શોકેસ કરી શકે છે. જો કે, આના પરથી 13 જાન્યુઆરીના જ પડદો ઉઠશે.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

OnePlus 8 સીરીઝ વિશે ભલે છેલ્લા ઘણાં દિવસથી લીક્સ સામે આવી રહી છે. એવમાં એ પણ કહી શકાય છે કે 13 જાન્યઆરીના શોકેસ થનારી ડિસ્પ્લે ટેક્નોલૉજીને કંપનીના આ વર્ષે થનારા લૉન્ચ OnePlus 8 Proમાં કંપની 120Hz રિફ્રેશ રેટવાલી ડિસ્પ્લે ટેક્નોલૉજીનો ઉપયોગ કરી શકે છે. આ વર્ષે કંપની OnePlus 8 સીરીઝમાં ત્રણ સ્માર્ટફોન્સ OnePlus 8, OnePlus 8 Pro અને OnePlus 8 Lite લૉન્ચ કરી શકે છે. આ ત્રણે સ્માર્ટફોન્સને Rs 25,000 થી લઈને Rs 55,000ની પ્રાઇસ રેન્જમાં લૉન્ચ કરી શકે છે.

tech news technology news oneplus