આવી રીતે ભારી ચલણથી તમને બચાવી શકે છે તમારો સ્માર્ટ ફોન

15 September, 2019 10:47 AM IST  |  મુંબઈ

આવી રીતે ભારી ચલણથી તમને બચાવી શકે છે તમારો સ્માર્ટ ફોન

આવી રીતે ભારી ચલણથી તમને બચાવી શકે છે તમારો સ્માર્ટ ફોન

દેશમાં 1 સપ્ટેમ્બર 2019થી ભારતમાં નવા ટ્રાફિકમાં નિયમનો લાગૂ પડી ગયા છે. નવા નિયમો લાગૂ પડ્યા છે. નવા ટ્રાફિકના નિયમનો લાગૂ થયા બાદ પહેલા કરતા હવે 10 ગણો વધુ દંડ વસૂલવામાં આવે છે. હાલમાં જ દેશની રાજધાની દિલ્હી પાસે આવેલા ગુરૂગ્રામમાં એક ટુ વ્હીલર ચલાવનારનું 23 હજારનું ચલણ કાપવામાં આવ્યું. આવી જ રીતે દેશના અન્ય શહેરોમાંથી પણ ભારે રકમના ચલણ કાપવાના અહેવાલો આવી રહ્યા છે. એવામાં તમારો સ્માર્ટફોન તમને આવા પ્રકારના ભારે ભરખમ ચલણ કાપવાથી બચાવી શકે છે. મોટા ભાગ એવા મામલા સામે આવે છે જેમાં વાહન ચાલક પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીના પેપર, ઈન્સ્યોરન્સ પેપર, પીયૂસી જેવા પેપર્સ સાથે ન હોવાના કારણે ભારે ચલણ વસૂલવામાં આવે છે.

ઘણી વાર એવું થાય છે કે આપણે ઘરથી નીકળતા સમયે આ જરૂરી દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલી જઈએ છે અને વાહન ચેકિંગ દરમિયાન ચલણ ભરવું પડે છે. તમે વિચારી રહ્યા હશો કે તમે આ જરૂરી દસ્તાવેજોને ડિજિટલ વર્ઝનમાં પોતાના ફોટો રાખીને બચી શકે છે. પરંતુ એવું નથી. એ માટે કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એપ્સને પોતાના સ્માર્ટફોનમાં ઈન્સ્ટૉલ કરવી પડશે. તેમાં સેવ કરવામાં આવેલા ડિજિટલ દસ્તાવેજ બતાવવાથી તમે ભારે ભરખમ ચલણથી બચી શકો છો.

સ્માર્ટફોનમાં રાખો mParivahan અથવા Digilocker  એપ
જો તમે તમારા સ્માર્ટફોનમાં આ બે સરકારી એપ રાખો છો તો તમે ટ્રાફિક પોલીસના ભારે ભરખમ ચલણથી બચી શકો છો. આ બંને એપ્સ ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્સને ડાઉનલોડ કર્યા બાદ તમે તેને આધાર નંબર સાથે લિંક કરો અને તમારા દસ્તાવેજો આ એપ્સ પર અપલોડ કરો. જે બાદ તમે તને પોલીસને બતાવી શકો છો.

આ પણ જુઓઃ હાર્દિક પંડ્યાની જેવા દેખાવું છે 'કૂલ', તો જાણો તેના સ્ટાઈલ સીક્રેટ

તમને જણાવી દઈએ કે આ બંને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એવી એપ છે, જે તમારા તમામ દસ્તાવેજોને સુરક્ષિત રાખે છે. એવામાં તમે તમારી ગાડીના પેપર્સની સાથે સાથે સર્ટિફિકેટ્સ પણ રાખો છો. એવામાં જો તમે તમારા જરૂરી દસ્તાવેજો ઘરે ભૂલી ગયા હોવ તો આ એપ્સ તમારી મદદ કરી શકે છે.

tech news