સરકારે ટુ-થ્રી વ્હીલર્સ કંપનીઓ પાસે માગ્યો ઈલેક્ટ્રિક વાહનો વિશે પ્લાન

22 June, 2019 05:34 PM IST  | 

સરકારે ટુ-થ્રી વ્હીલર્સ કંપનીઓ પાસે માગ્યો ઈલેક્ટ્રિક વાહનો વિશે પ્લાન

સરકારે માગ્યો ઈલેક્ટ્રિક વાહનો વિશે પ્લાન

મોદી સરકાર નીતિ આયોગે વાહનો બનાવતી કંપનીઓ પાસેથી તેમના ફ્યૂચર પ્લાન્સ મગાવ્યા છે. નીતિ આયોગે ટુ-થ્રી વ્હિલર્સ બનાવતી કંપનીઓ 2 અઠવાડિયામાં તેમના ઈલેક્ટ્રોનિક વાહનો પર પ્લાન મંગાવ્યા છે. સૂત્રો અનુસાર સરકારે કંપનીઓને સ્પષ્ટ કર્યું છે કે, ટુ-થ્રી વ્હીલર્સ 2025 સુધી માર્કેટમાં લાવવાની ગણતરી કરે. 2025 સુધીમાં ભારતીય માર્કેટમાં ઈલેક્ટ્રિક સાધનો આવી જવા જોઈએ શુક્રવારે આયોગે ટુ-થ્રી વ્હીલર્સ કંપનીના નિર્માતાઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે બેઠક કરી હતી જેમાં બજાજ ઓટોના એમડી રાજીવ બજાજ, ટીવીએસ મોટર્સના ચેરમેન શ્રીનિવાસન, હોન્ડાના સીઈઓ એમ કાતો, ઓટોમોટિવ કંપોનન્ટના ડાયરેક્ટર જનરલ વી મહેતાએ હાજરી આપી હતી. આ સિવાય નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમાર અને સીઈઓ અમિતાભ કાન્ત પણ સામેલ રહ્યા હતા.

સરકારના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે, ઈલેક્ટ્રિકલ મોબિલિટી લાગૂ કરવા માટે રોડ મેપ અને પ્લાનિંગ જરૂરી છે. અત્યારે 15 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં 14 ભારતના છે. ભારતમાં પ્રદૂષણ ઓછું કરવા માટે જરૂરી છે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં બદલાવ કરવા જરૂરી છે. જો સરકાર અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી આ વિશે નહી વિચારે તો સુપ્રીમ કોર્ટ આ વિશે સામેલ થઈ શકે છે. હાલ જેટલા વાહનો 150 સીસી કરતા ઓછા સીસીના છે તેમને સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વાહનોમાં બદલાશે.

આ પણ વાંચો: 

નીતિ આયોગના નિર્ણયને લઈને કહી શકાય કે, ભારતમાં આવનારા સમયમાં ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે એક મોટો પડાવ રહેશે. એક તરફ નીતિ આયોગે 2025 સુધીની ડેડલાઈન આપી છે અને આવનારા 2 અઠવાડિયા સુધીમાં ઈલેક્ટ્રિક વાહનો પર પોતાના ડેપ્થ પ્લાન રજૂ કરવા કહ્યું છે. સરકારે કહ્યું હતું કે, તે કંપનીઓ પર કોઈ પ્રેશર બનાવવા માગતા નથી પરંતુ ભારતમાં વાયુ પ્રદુષણને ધ્યાનમાં રાખીને આ જરુરી છે.

tech news national news gujarati mid-day