Facebook યૂઝર્સ ધ્યાન આપજો, નહીં બનાવી શકો ફેક અકાઉન્ટ

09 November, 2019 06:57 PM IST  |  Mumbai Desk

Facebook યૂઝર્સ ધ્યાન આપજો, નહીં બનાવી શકો ફેક અકાઉન્ટ

લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ફેસબૂકે છેલ્લા ઘણાં સમયથી પોતાના યૂઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. તો હવે ખબર એ છે કે કંપની પોતાના યૂઝર્સના અકાઉન્ટની સિક્યોરિટી અને પ્રાઇવસીને ધ્યાનમાં રાખતાં ફેશિયલ રિકૉગ્નિશન સિસ્ટમ પર કામ કરી રહી હતી. આ નવી ટેક્નિકની મદદથી ફેસબૂક અકાઉન્ટ લૉગઇન કરતી વખતે તમારા ચહેરાની ઓળખ કરવામાં આવશે અને તેના પછી જ અકાઉન્ટ ઓપન થશે. આ ટેક્નિક મોટાભાગે ફેક અને નકલી યૂઝર્સ પર રોક લગાવવમાં મદદ કરશે.

ફેસબૂકની એપ રિવર્સ ઇન્જિનિયર Jane Manchun Wong દ્વારા ટ્વીટર પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપની યૂઝર્સની પ્રાઇવસી અને સિક્યોરિટીને મજબૂત કરવા માટે ફેશિયલ રિકૉગ્નિશેન સિસ્ટમને ડેવલપ કરી રહી છે. આ ટેક્નિકની મદદથી ઓરીજિનલ અને ડુપ્લિકેટ ફેસબૂક યૂઝરની ઓળખ કરવામાં આવશે.

જણાવીએ કે ફેસબૂક છેલ્લા ઘણાં સમયથી ફેક પ્રૉફાઇલ્સ પર રોક મૂકવાનો પ્રયત્ન કરે છે. કારણકે મોટાભાગે આવા સમાચાર આવતાં હોય છે કે કોઇકના ફેસબૂક અકાઉન્ટનો ઉપયોગ કોઇ અન્ય વ્યક્તિ ખોટી રીતે કરી રહ્યો છે. આવા જ ફેક પ્રૉફાઇલ્સને એલ્ગોરિકદ્મિક ફિલ્ટરિંગ અને યૂઝર્સ દ્વારા કરવામાં આવેલી પ્રૉફાઇલ રિપોર્ટના માધ્યમથી બ્લૉક કરે છે. જો કે, કંપની દ્વારા આટલી સાવધાની રાખ્યા પછી પણ ફેક પ્રૉફાઇલ્ની સમસ્યા પૂરી થઈ નથી. હવે આશા છે કે ફેશિયલ રિકૉગ્નિશન સિસ્ટમની મદદથી ફેક અકાઉન્ટ પર રોક મૂકવામાં ઘણી મદદ મળશે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

સામે આવેલી રિપોર્ટ પ્રમાણે ફેસબૂક ફેશિયલ રિકૉગ્નિશન સિસ્ટમને હાલ મોબાઇલ એપ માટે તૈયાર કરે છે. આશા છે કે પછી તે ડેસ્કટૉપ તેમજ લેપટૉપ વર્ઝન માટે પણ રજૂ કરી શકે છે. પણ હજી સુધી આની રિલીઝને લઈને કોઇ જ માહિતી આપવામાં આવી નથી. આ સિસ્ટમ યૂઝરના ચહેરાની ઓળખ કરીને જણાવશે કે લૉગઇન કરવામાં આવતો અકાઉન્ટ તમારો છે કે અન્ય કોઇકનો.

tech news technology news facebook