Apple iPhone યૂઝર્સ હવે ફેસબુક, વૉટ્સએપ પર નહીં કરી શકે કૉલ્સ

07 August, 2019 07:15 PM IST  |  મુંબઈ ડેસ્ક

Apple iPhone યૂઝર્સ હવે ફેસબુક, વૉટ્સએપ પર નહીં કરી શકે કૉલ્સ

પ્રતીકાત્મક તસવીર

એપલ ટૂંક સમયમાં જ પોતાના મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમમાં રિસ્ટ્રિક્ટ ફીચર જોડવાની તૈયારીમાં છે. જે ફેસબુક મેસેન્જર અને વૉટ્સએપની મદદથી યૂઝર્સને VoIP કૉલ્સ કરવાથી અટકાવશે. એટલે કે હવે એપલ આઇફોન યૂઝર્સ આ એપ્સ દ્વારા ઇન્ટરનેટ કનેક્શનની મદદથી બીજા યૂઝર્સને કૉલ નહીં કરી શકે. આ વાતની માહિતી એક મીડિયા રિપોર્ટ દ્વારા મળી છે. રિપોર્ટ પ્રમાણે, આ એપ્સ કૉલિંગ ફીચર ફોનના બેકગ્રાઉન્ડમાં રન કરતા હોય છે જેનાથી એપ્સ ડેટા કલેક્ટ કરીને ઝડપથી કામ કરી શકે. એપલ આ એપ્સના બેકગ્રાઉન્ડ એક્સેસને રિસ્ટ્રિક્ટ કરવાની તૈયારીમાં જે યૂઝર્સને ઇન્ટરનેટ કૉલ્સ કરતાં અટકાવી શકાય છે. જો કે, આ ફીચર વિશે હાલ એપલ અને ફેસબુક તરફથી કોઇ જ માહિતી આવી નથી. એપલના આ પગલાંથી સોશિયલ મીડિયા કંપની ફેસબુકને પોતાના એપને રીડિઝાઇન કરવું પડે એવી પણ શક્યતા છે. જણાવીએ કે આ સમયે ભારત સહિત કેટલાય દેશોના યૂઝર્સ વૉટ્સએપનો ઉપયોગ ઇન્ટરનેટ કૉલિંગ માટે કરે છે. વૉટ્સએપમાં VoIP કૉલિંગ ફીચરને એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન સાથે જોડી શકાય છે.

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

શું છે VoIP કૉલિંગ?
VoIP એટલે કે Voice Over Internet Protocolનો ઉપયોગ એનૉલૉગ ટેલિફોન લાઇન માટે કરવામાં આવે છે. જેમાં કોઇપણ મોબાઇલ નેટવર્ક વગર એક યૂઝર બીજા યૂઝરને કૉલ કરી શકે છે. આ ફીચર માટે બન્ને ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે. આ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અથવા તો મોબાઇલ ડેટા કે વાઇફાઇ ડેટા દ્વારા ડિવાઇસમાં લઈ શકાય છે. ખાસ કરીને VoIPનો ઉપયોગ લોન્ગ ડિસ્ટન્સ કૉલિંગ માટે કરવામાં આવે છે. આજે પણ કેટલાય યૂઝર્સ આ એપ્સની મદદથી ઇન્ટરનેશનલ કૉલ કરે છે. એપલના આ પગલાથી આ યૂઝર્સ પર પણ પ્રભાવ પડી શકે છે.

tech news technology news