તમારી ચાલવાની ગતિ નક્કી કરે છે તમારા મૃત્યુનો સમય, જાણો વિગતો

16 October, 2019 04:56 PM IST  |  મુંબઈ ડેસ્ક

તમારી ચાલવાની ગતિ નક્કી કરે છે તમારા મૃત્યુનો સમય, જાણો વિગતો

ધીમું ચાલતાં થઈ શકે છે જલ્દી મૃત્યુ

માણસની ઉંમર વધવાની સાથે સાથે વ્યક્તિની શારીરિક ગતિવિધિઓ પર પણ અસર પડતી જોવા મળે છે. 45 વર્ષના લોકોના ચાલવાની ગતિનું ધ્યાન રાખીને સંશોધકોએ તેની પાછળના કારણો શોધવાનો દાવો છે. સંશોધકોએ કહ્યું કે 45 વર્ષની ઉંમર પછીના લોકોની અન્ય શારીરિક ગતિવિધિઓની સાથે સાથે ચાલવાની ગતિ પર પણ પ્રભાવ પડે છે. કારણકે ચાલવાની ગતિનો સીધો સંબંધ મગજ સાથે હોય છે. જો ચાલવાની ઝડપ પર પ્રભાવ પડે છે તેનો અર્થ થાય છે કે આપણા મગજની ઉંમર વધી રહી છે.

આ અધ્યયનના સંશોધકોએ અમેરિકાની ડ્યૂક યૂનિવર્સિટીના સંશોધકો પણ સામેલ છે. અધ્યયન દરમિયાન શોધકોએ પાયાની ધીમી ગતિથી ચાલતાં લોકોના ફેંફસા, દાંત અને ઇમ્યૂન સિસ્ટમ પણ ઝડપથી ચાલતાં લોકોની તુલનામાં કમજોર હતું. જામા નેટવર્ક ઓપન નામની જર્નલમાં પ્રકાશિત થયેલ અધ્યયન પ્રમાણે, વૃદ્ધ રોગીઓને સામાન્ય રીતે આવી સમસ્યા સામે લડવું પડતું હોય છે. પણ આ ઉંમરમાં આવી સમસ્યાઓ દ્વારા ઘેરાયેલા રહેવું ચિંતાજનક છે.

પહેલાથી અનુમાન લગાડી શકાય
સંશોધકોએ કહ્યું તે ન્યૂરોકાંગ્નિટિવ પરીક્ષણ દ્વારા આ માહિતી મેળવી શકાય છે કે ભવિષ્યમાં કયા લોકોની ગતિ ઓછી હોઇ શકે છે. તેમણે કહ્યું કે કોઇક વ્યક્તિના આઇક્યૂ સ્તર, ભાષા સમજવા અને નિરાશા સહન કરવાની ક્ષમતા, મોટર કૌશલ અને ભાવનાત્મ નિયંત્રણનું અધ્યયન કરીને પત્તો લગાડી શકાય છે કે 45 વર્ષના ઉંમરના વ્યક્તિની ચાલવાની ગતિ કેવી હશે.

આ પણ વાંચો : ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

સમયથી પહેલા મૃત્યુની શક્યતા
આ અધ્યયનના વરિષ્ઠ લેખક અને ડિયૂક યુનિવર્સિટીના સંશોધક ટેરી ઇ. મોફિટે કહ્યું, "ડૉક્ટર્સ જાણે છે કે ધીમી ગતિથી ચાલતા લોકોની ઝડપથી ચાલતાં લોકોની તુલનામાં જલ્દી મૃત્યુ થાય છે. પણ અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે જન્મથી લઈને યુવાવસ્થા સુધી જો વ્યક્તિ ધીમી ગતિથી ચાલે છે અને જો આ જ તેની આદતમાં મોખરે છે તો એવી શક્યતા વધારે છે કે તેની મૃત્યુ સમય કરતાં પહેલા થાય."

health tips