World Alzheimer Day : અલ્ઝાઇમરને દર્શાવતી આ પાંચ હિન્દી ફિલ્મો તમે જોઈ છે?

21 September, 2021 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહદ અંશે અંગ્રેજી ફિલ્મો અલ્ઝાઇમરની સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. સ્ટિલ એલિસ, ધ નોટબુક, ઓન ગોલ્ડન પોન્ડ જેવી ફિલ્મોએ અલ્ઝાઇમરની સ્થિતિને કુશળ રીતે સમજાવી છે.

પ્રતિકાત્મક તસવીર

આજે વિશ્વ અલ્ઝાઇમર દિવસ છે જ્યારે આપણા દેશ પર આ સ્થિતિનો બોજ માત્ર વધી રહ્યો છે, ત્યારે અલ્ઝાઇમરની જાગૃતિ ખૂબ ઓછી છે. જાગૃતિનો આ અભાવ સમસ્યા બનવાનું કારણ એ છે કે સંભાળ રાખનારાઓ અને દર્દીની આસપાસના લોકોની નોંધપાત્ર ભૂમિકા છે. દવાઓ કરતાં વધુ સંભાળ રાખનારા છે, જે ન્યુરોલોજીકલ સ્થિતિને સારી રીતે સંભાળવામાં કરવામાં મદદ કરી શકે છે. જોકે, સ્વાસ્થ્ય સંબંધી ગૂંચવણો વિશે જાગૃતિ ફેલાવવી સરળ કહેવાય છે, પરંતુ આ એટલું સરળ નથી અને ધીમે-ધીમે જ થાય છે. ફિલ્મો આ રોગને સમજાવવામાં અને તેના વિશે જાગૃતિ ફેલાવવામાં મદદ સરળ અને સહજ રીતે મદદ કરી શકે છે. લોકો સાથે જોડાવા માટે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ રોગને વધુ સારી રીતે સમજાવવામાં મદદ કરે છે અને તેમાં સ્થાનિક ભાષાઓનો સમાવેશ પણ કરી શકાય છે.

મહદ અંશે અંગ્રેજી ફિલ્મો અલ્ઝાઇમરની સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. સ્ટિલ એલિસ, ધ નોટબુક, ઓન ગોલ્ડન પોન્ડ જેવી ફિલ્મોએ અલ્ઝાઇમરની સ્થિતિને કુશળ રીતે સમજાવી છે. જોકે, આ સ્થિતિને દર્શાવતી હિન્દી ફિલ્મોનો હજુ અભાવ છે, પરંતુ બોલિવૂડની ફિલ્મોમાં આ પ્રયાસ થયો જ ન હોય તેવું તો નથી. તો ચાલો જાણીએ કેટલીક એવી હિન્દી ફિલ્મો જે અલ્ઝાઇમર વિશે વાત કરે છે.

૧. બ્લેક- 2005માં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જી અભિનિત એક વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ છે. આ ફિલ્મ રાની મુખરજી અને તેના જીવનના અનેક પડકારોની વાત કરે છે. તો અમિતાભ બચ્ચન શિક્ષકની ભૂમિકા છે જે પાછળથી અલ્ઝાઇમર રોગનો ભોગ બને છે. અમિતાભના કેટલાક મૂંઝવણ/ દિશાહિનતા સાથે કામ કરતા દ્રશ્યો ખરેખર આશ્ચર્યજનક છે જે રોગ સાથે સંબંધિત છે.

૨. મૈને ગાંધી કો નહીં મારા - ફિલ્મનું મુખ્ય પાત્ર અનુપમ ખેરે ભજવ્યું છે, જે ઉત્તમ ચૌધરી નામના નિવૃત્ત હિન્દી પ્રોફેસર છે. ફિલ્મમાં તે ડેમેન્શિયાનો શિકાર છે. ફિલ્મ આ રોગના કેટલાક વિવિધ ચિહ્નો અને લક્ષણો જેમ કે વર્તનમાં બદલાવ, આ રોગ પરિવારને કઈ રીતે અસર કરે છે અને તેનો સામનો કરવા માટે પરિવાર જે સંઘર્ષ કરે છે તે જોવા લાયક છે. મુવી આશ્ચર્યજનક રીતે પ્રારંભિક લક્ષણો દર્શાવે છે અને કુટુંબ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને સમજાવવામાં પણ જબરદસ્ત કામ કરે છે.

૩. લિસન - ફારુક શેખ, દીપ્તિ નવલ અને સ્વરા ભાસ્કર અભિનીત આ ફિલ્મમાં એક પુસ્તકની વાત છે જેના બે મુખ્ય પાત્રો કામ કરે છે. ફિલ્મના અંતમાં એક પાત્ર વિચિત્ર વર્તન વિકસાવવાનું શરૂ કરે છે અને ડેમેન્શિયાનો પ્રારંભિક સંકેતો દર્શાવે છે.

૪. યુ, મી ઔર હમ - વર્ષ 2005માં રિલીઝ થયેલી આ લવ સ્ટોરીમાં કાજોલ અને અજય દેવગણ છે. કાજોલ અને અજય લગ્ન કરે છે અને તેમને એક બાળક પણ છે. કાજોલને પણ આ તકલીફ થતી રહે છે અને એટલી ગંભીર બને છે કે તે તેના બાળકને મારી નાખે છે. આ ફિલ્મ જ્યારે તે રોગનું નિરૂપણ કરે છે, તે અનિવાર્યપણે રોજિંદી સમસ્યાઓને રજૂ કરતી નથી.

૫. માઇ - જો તમે પીડિત દર્દીનું અને સંભાળ રાખનારનું જીવન જોવા માંગતા હો તો આ એક શ્રેષ્ઠ મૂવી છે. આ ફિલ્મ એક પારિવારિક નાટક છે જેમાં આશા ભોંસલે અલ્ઝાઇમર રોગ ધરાવતી માતાની ભૂમિકા ભજવે છે અને તેની પુત્રી પદ્મિની કોલ્હાપુરે તેની માતાની સંભાળ રાખે છે. ઘણાં કૌટુંબિક સંઘર્ષો અને નાટક માઇમાં સામેલ હોવાથી આ ફિલ્મ પણ બદલાતી વર્તણૂક દર્શાવે છે, જે સામાન્ય રીતે અલ્ઝાઇમર ધરાવતા વ્યક્તિમાં જોવા મળે છે, જેમ કે ભટકવું, મૂંઝવણ વગેરે. ઉપરાંત નિદાન અને લક્ષણો વિશે ચર્ચા કરતા ડૉક્ટર સાથે સંકળાયેલ દ્રશ્ય પણ ફિલ્મમાં છે.

india health tips