દરરોજ 1 કલાક કામ કરવાથી અકાળે મોતનું જોખમ ઘટે છે

29 October, 2019 08:51 PM IST  |  Mumbai

દરરોજ 1 કલાક કામ કરવાથી અકાળે મોતનું જોખમ ઘટે છે

Mumbai : ઘરકામની બાબતમાં સ્ત્રીઓ હંમેશા સકર્ત રહેતી હોય છે. ત્યારે તમને જણાવી દઇએ કે આ કામ તેમના માટે ઘણી ફાયદાકારક છે. તેનાથી અકાળે મૃત્યુનાં જોખમને ઘટાડી શકાય છે. 'બ્રિટીશ મેડિકલ' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

રિસર્ચમાં સામેલ નોર્વેના સંશોધનકારો અનુસાર, દરરોજ માત્ર પાંચ મિનિટની ઘરકામ અથવા ઘર સફાઈથી વયસ્કોમાં વહેલાં મૃત્યુનું જોખમના દરને ઘટાડી શકાય છે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર વેક્યુમ ક્લિનીંગ અથવા લોનની સફાઈ કરવાથી તેમજ 1 કલાક સુધી ઘરની સફાઈ અથવા રસોઈ બનાવવાથી અકાળે મૃત્યુનાં જોખમને ઘટાડી શકાય છે.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

આ રિસર્ચ નોર્વે સ્કૂલ ઓફ સ્પોર્ટ સાયન્સ દ્રારા કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં 36,000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમની એક્ટિવિટીને આધારે બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા.રિસર્ચમાં સામે આવ્યું કે ઘરકામ અથવા ઘરસફાઈની પ્રવૃત્તિમાં સામેલ લોકોમાં 73% અકાળે મૃત્યુનું જોખમ ઘટી જાય છે.આ રિસર્ચના કો-ઓથર જણાવે છે કે,'આ રિસર્ચ જણાવે છે કે કોઈ પણ જાતની શારીરિક પ્રવૃત્તિઓ કરવાથી અકાળે મૃ્ત્યુંનાં જોખમને ઘટાડી શકાય છે.'

health tips