ઇન્સ્યુલિન લીધા પછી પણ શુગર વધેલી રહે તો શું?

15 September, 2021 06:29 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

બે દિવસ પહેલાં રાત્રે જમ્યા પછીની શુગર ૨૬૦ આવેલી. પહેલાં કરતાં શુગર ઓછી થઈ છે, પરંતુ એકદમ સરસ કન્ટ્રોલમાં આવતી નથી. આવું કેમ છે? ઇન્સ્યુલિન લીધા પછી પણ શુગર વધેલી જ રહે તો શું ફાયદો?  

પ્રતીકાત્મક તસવીર

મને છેલ્લાં ૧૭ વર્ષથી ડાયાબિટીઝ છે. મારી ઉંમર ૬૩ વર્ષ છે. મેં છેલ્લા એક વર્ષથી ઇન્સ્યુલિન લેવાનું શરૂ કર્યું છે. ઇન્સ્યુલિન એટલે શરૂ કર્યું કે શુગર કન્ટ્રોલમાં રહેતી ન હતી અને ડૉક્ટરે કહ્યું હતું કે ઘણાં વર્ષો થઈ ગયાં એટલે હવે દવાથી એ કન્ટ્રોલમાં નહીં રહે માટે ઇન્સ્યુલિન લેવું જ પડશે. મેં ઇન્સ્યુલિન લેવાનું શરૂ કર્યું, પરંતુ શુગર એકદમ કન્ટ્રોલમાં રહેતી નથી. હજી પણ નાશ્તાના બે કલાક પછીની શુગર ૨૩૫ જેટલી રહે છે. બે દિવસ પહેલાં રાત્રે જમ્યા પછીની શુગર ૨૬૦ આવેલી. પહેલાં કરતાં શુગર ઓછી થઈ છે, પરંતુ એકદમ સરસ કન્ટ્રોલમાં આવતી નથી. આવું કેમ છે? ઇન્સ્યુલિન લીધા પછી પણ શુગર વધેલી જ રહે તો શું ફાયદો?  
 
  શુગર કન્ટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે એ વાત સાચી, પરંતુ અહીં એક બીજી વસ્તુ પણ સમજવા જેવી છે કે તમને ઘણા વખતથી ડાયાબિટીઝ છે. આ પરિસ્થિતિમાં શુગર એકદમ ટાસટ કન્ટ્રોલમાં રાખવી યોગ્ય નથી. થોડું ઉપરની તરફ રહે તો મૅનેજ થઈ શકે છે. જો ટાઇટ કન્ટ્રોલ કરવા જશું તો બની શકે કે કોઈ દિવસ એકદમ ડ્રૉપ થઈ જાય. અહીં સમજવા જેવું એ છે કે જ્યારે વ્યક્તિને ડાયાબિટીઝ પહેલેથી છે અને શુગર માટે તે ઇન્જેક્શન કે દવાઓ લે છે ત્યારે તેની શુગર પર શરીરનો કન્ટ્રોલ રહેતો નથી. નૉર્મલી જ્યારે શુગર લૉ થાય ત્યારે શરીર તેના પર કન્ટ્રોલ કરી લે છે, પરંતુ જ્યારે દવાઓ દ્વારા શુગર કન્ટ્રોલ થતી હોય ત્યારે એની વધઘટ પર શરીરનો કન્ટ્રોલ રહેતો નથી, જેને કારણે મોટું ડેમેજ થવાની શક્યતા વધી જાય છે. જેને ડાયાબિટીઝ છે, ખાસ કરીને લાંબા ગાળાનું ડાયાબિટીઝ છે એ વ્યક્તિને શુગર ડ્રૉપ ન થવી વધુ જરૂરી છે, કારણ કે જો શુગર ઘટી જાય તો એ વ્યક્તિને પૅરૅલિસીસ થઈ શકે છે, નહીંતર વ્યક્તિ કોમામાં પણ સરી પડે છે. માટે શુગર ટાઇટ કન્ટ્રોલમાં રાખવાનો દુરાગ્રહ ઠીક નથી. બીજું એ કે તમારી જે શઉગર વધુ આવે છે એ માટે તમે થોડોક ડાયટ પર કન્ટ્રોલ રાખો. વ્યવસ્થિત ડાયટ રાખશો તો એમાં વધુ સારાં રિઝલ્ટ મળશે, પરંતુ દવા કે ઇન્સ્યુલિન વધારવાની જરૂર નથી. 

health tips columnists