Weight Loss Tips : એક જ્યૂસ ચાર રીતે ઘટાડી શકે છે તમારું વજન

28 July, 2019 07:03 PM IST  |  મુંબઈ ડેસ્ક

Weight Loss Tips : એક જ્યૂસ ચાર રીતે ઘટાડી શકે છે તમારું વજન

વજન ઘટાડવા માટે એલોવેરા છે રામબાણ ઉપાય

ચામડી માટે અમૃત માનવામાં આવતું એલોવેરા વજન ઘટાડવામાં પણ એટલું જ ઉપયોગી છે. તો આવો જાણીએ વજન ઘટાડવામાં એલોવેરાનો ઉપયોગ કઈ રીતે કરવો. વજન ઘટાડવા માટે એલોવેરા એક રામબાણ ઉપાય તરીકે ઓળખવામાં પણ આવે છે. 

એલોવેરા ચામડી માટે અમૃત માનવામાં આવે છે. તે તમારી ચામડી સાથે જોડાયેલી બધી જ તકલીફોને દૂર કરે છે. પણ શું તમે જાણો છો કે આ વજન ઘટાડવામાં પણ તમારી મદદ કરે છે. એલોવેરા જ્યૂસમાં રહેલા કેટલાક એક્ટિવ ગુણો ત્વચા અને વાળને તો સુંદર બનાવે જ છે સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. દરરોજ તેનું જ્યૂસ બનાવીને પીવાથી તમારું વજન તમે ઝડપથી ઘટાડી શકો છો. સામાન્ય રીતે એલોવેરા જ્યૂસ તરીકે તેનું સેવન કરવામાં આવે છે, જે તેની જેલને પાણી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. તો આવો જાણીએ એલોવેરા વજન ઘટાડવામાં કઈ રીતે તમારી મદદ કરી શકે છે.

યોગ્ય ડાઇજેશન માટે એલોવેરા
એલોવેરામાં એવા ગુણ હોય છે જેનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી તે ડાઇજેશનમાં મદદ કરે છે. સામાન્ય રીતે પેટ અનહેલ્ધી હોવાથી તમારું વજન વધવા લાગે છે. જ્યારે એક હેલ્ધી ડાઇજેસ્ટિવ સિસ્ટમ ખોરાકના યોગ્ય મેટાબૉલિઝમ અને શરીરના ડિટૉક્સ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

બૉડી ડિટૉક્સ કરે છે
એલોવેરા જેલમાં એક જટિલ કાર્બોહાઇડ્રેટ હોય છે જેને એસમેનન તરીકે ઓળખવામાં આવે છે, જે કોષિકાઓ દ્વારા પોષક તત્વોના અવશોષણની સુવિધા પૂરી પાડે છે અને તેને ડિટૉક્સિફાઇ કરવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો : Happy Birthday Sanjubaba: કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે સંજય અને માન્યતાની લવ સ્ટોરી 

વૉટર રિટેન્શન અટકાવે
વૉટર રિટેન્શન વજન વધારાના મુખ્ય કારણોમાંનું એક છે. પોતાના ગુણોને કારણે એલોવેરા જ્યૂસ પાણીને કારણે વધતાં વજન સામે લડવા માટે આદર્શ છે. જોકે એ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈપણ એલોવેરા જ્યૂસ વધારે માત્રામાં ન પીવું જોઇએ.

health tips