કસરત પહેલા કરો વૉર્મ અપ, હાર્ટ અટેક અને ઈજાનું જોખમ થશે ઓછુ

25 August, 2019 09:01 PM IST  | 

કસરત પહેલા કરો વૉર્મ અપ, હાર્ટ અટેક અને ઈજાનું જોખમ થશે ઓછુ

પ્રતીકાત્મક તસવીર

શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરત કરી જરૂરી છે. એક્સર્સાઈઝને સરળ બનાવવા માટે વૉર્મ અપ કરવું એટલું જરૂરી છે. ઘણા લોકો જીમમાં કે બહાર કસરત કરવા પહેલા વૉર્મ અપ કરતા નથી જેના કારણે ક્યારેક તેમને ઈજાનો સામનો કરવો પડે છે. વૉર્મ અપ કસરત પહેલા શરીરને કસરત માટે તૈયાર કરે છે. વૉર્મ અપ ભલે આપણા શરીરની કેલરી બર્ન કરવામાં વધુ મદદગાર ન હોય, પરંતુ તે કોઈપણ વર્કઆઉટને સફળ બનાવવા માટે બહુ મહત્ત્વપૂર્ણ છે. એક્સર્સાઇઝ પહેલા વોર્મ-અપ કરવાથી સ્નાયુઓને સુગમતા આપે છે.

વોર્મ-અપ કરવાથી શરીરનું તાપમાન વધે છે અને શરીર ઉષ્ણ થાય છે. શરીર ગરમ થવાના કારણે શરીરના સ્નાયુઓ ઘણી મદદ મળે છે. શરીરનું તાપમાન વધવાથી સ્નાયુઓ સુધી ઓક્સિજનનો પ્રવાહ પણ વધી જાય છે, જેથી કસરત દરમિયાન તેમના ખેંચાણ અને આરામ કરવામાં કોઈ સમસ્યા નથી આવતી જેના કારણે અઘરી કસરત પણ સરળ બની જાય છે.

વોર્મ-અપથી હ્રદયને પણ વર્કઆઉટ માટે તૈયાર થવાનો સમય મળે છે. વૉર્મ અપના કારણે હ્રદય પર બિનજરૂરી દબાણ આવતું નથી. ઘણીવાર હાર્ટ એટેકના કેસો વર્કઆઉટ દરમિયાન અથવા કસરત પછી તરત જ જોવા અથવા સાંભળવામાં આવતા હોય છે. જો યોગ્ય રીતે વોર્મ-અપ ન કર્યું હોય તો આવું થવાની સંભાવના વધી જાય છે. જો કસરત પહેલા યોગ્ય રીતે વોર્મ-અપ કરવામાં આવે તો વર્કઆઉટ દરમિયાન અથવા તરત જ હાર્ટ એટેકની સંભાવના ઓછી થઈ જાય છે.

વોર્મ-અપ સ્નાયુઓની સુગમતા વધારે છે, જે કસરત દરમિયાન સ્નાયુઓમાં ઈજા થવાનું જોખમ ઘટાડે છે. એ જ રીતે વર્કઆઉટ પછી કૂલ ડાઉન કરવાથી પણ મસલ્સ રિલેક્સ થઈ જાય છે અને તેમાં દુખાવો કે સોજો આવવાની સંભાવના નથી રહેતી.

health tips gujarati mid-day