હ્યદય રોગના હુમલા બાદ વિટામીન E હ્યદયને તંદુરસ્ત બનાવે છે

26 September, 2019 08:40 PM IST  |  Mumbai

હ્યદય રોગના હુમલા બાદ વિટામીન E હ્યદયને તંદુરસ્ત બનાવે છે

હાર્ટ એટેક (PC : Google)

Mumbai : હાર્ટ અટેક (હૃદય રોગનો હુમલો) આવ્યો હોય તેવા દર્દીઓના હૃદયના મસલ્સ નબળા પડી જતા હોય છે. વિટામિન E’ લેવાથી હૃદયને ફરી તંદુરસ્ત કરવામાં મદદ મળે છે. તાજેતરમાં થયેલા રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે.


રિસર્ચ
આ રિસર્ચ ઓસ્ટ્રેલિયાના બેકર હાર્ટ એન્ડ ડાયાબિટીસ ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવ્યું છે. રિસર્ચર પીટર જણાવે છે કે, વિટામિન Eમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ્સઅને એન્ટિ ઇન્ફ્લેમેટરીગુણોને લીધે હૃદયની માંસપેશીઓ મજબૂત બને છે. આ રિસર્ચ ઉંદરો પર કરવામાં આવ્યું હતું. ઉંદરોને એલ્ફા ટોફોફીરોલ (વિટામિન Eનો પ્રકાર)નો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉંદરોના હૃદય પર તેની અસરની તપાસ કરવામાં આવી હતી.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

પરિણામ
વિટામિન E’નો ડોઝ આપ્યા બાદ ઉંદરોનું હૃદય વધુ સારી રીતે કાર્યરત જોવા મળ્યું હતું. વિટામિન Eથી ખરાબ થઈ ગયેલા ટીશ્યુ પણ રિકવર થાય છે. આ રિસર્ચને મનુષ્યો પર અપ્લાય કરવા માટે વૈજ્ઞાનિકો પ્લાન કરી રહ્યા છે અને જો તેમાં સફળતા મળશે તો હૃદય રોગના હુમલાનું નિદાન કરવામાં એક નવી સફળતા મળશે.

health tips heart attack