આરોગ્ય બાજુએ મૂકી ફેશન કરવા જશો તો થશો હેરાન

28 May, 2019 07:24 PM IST  | 

આરોગ્ય બાજુએ મૂકી ફેશન કરવા જશો તો થશો હેરાન

ફેશનના સાઇડ ઇફેક્ટ્સ

શું તમને તમારી બૅગ નીચે મૂક્યા પછી પણ ક્યારેય રિલેક્સ ફીલ થયું છે? કે પછી જિન્સ ઉતાર્યા પછી તમારી કમરની આસપાસ ગાઢ સંવેદનશીલ લાઇન્સ પર ધ્યાન આપ્યું છે? તમારામાંથી કેટલીય સ્ત્રીઓએ આ બાબત નોટિસ કરી હશે. પણ ગ્લેમરસ અને સુંદર દેખાવ માટે મહિલાઓ આ બાબત તરફ આંખ આડા કાન કરે છે. ફેશન એક એવી બાબત છે જેની માટે લોકો ખાસ કરીને સ્ત્રીઓ કાંઇ પણ કરી લેવા તૈયાર થઇ જતી હોય છે. જી હા કેટલીક વસ્તુઓ કે કપડાં તમને સુંદર, સ્ટાઇલિશ અને સેક્સી ફીલ કરાવી શકે છે, પણ કેટલીક બાબતો આરોગ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ આદતોને લીધે તમને હર્નિયાથી લઇને કરોડરજ્જુ ગોળાકાર થઇ જવા જેવી મોટી હેલ્થ પ્રૉબ્લેમ્સ થઇ શકે છે. તો જુઓ કેવા પ્રકારની ફેશન છે તમારી હેલ્થ માટે નુકસાનકારક.

હાય હીલ્સ

તમે ઑફિસ જતાં હોવ કે નાઇટ આઉટ, તમારામાંથી કેટલીય મહિલાઓ હાય હીલ્સ પહેરવાનું પસંદ કરતી હોય છે. જ્યારે તમે હીલ્સ પહેરો છો ત્યારે તમે કોન્ફીડેન્ટ ફીલ કરો છો, અને આ તમારા આઉટફીટને એક એક્સ્ટ્રા કીક પણ આપે છે. પણ શું તમે જાણો છો કે હાય હીલ્સ પહેરો છો ત્યારે તે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ ફેશનેબલ વસ્તુથી તમારી કમરનો દુઃખાવો, પગમાં દુઃખાવો અને સોજો પણ થઇ શકે છે, જે બદલામાં તમારા પૉશ્ચરના પ્રભાવિત કરી આપે છે. એટલું જ નહીં આ હર્નિયા અને એક સ્પાઇનના ગોળાકાર હોવાનું કારણ પણ બની શકે છે. જો તમે હજી પણ હીલ્સ પહેરવા માગો છો, તો એવા વેજેસની પસંદગી કરો જેની હીલ્સ 2 ઇન્ચથી વધુ ન હોય.

સ્કિની જીન્સ

આજકાલ સ્કિન જીન્સ ખૂબ જ જલ્દી લોકપ્રિય અને સામાન્ય બની ગઇ છે. અન્ય જીન્સની તુલનામાં આ જીન્સમાં તમારા બૉડી પાર્ટ્સ થોડા કસાય છે અને આ તમારા હિપ્સ અને પગને ફ્લૉન્ટ કરી શકે છે. શું તમે જાણો છો કે સ્કિની જીન્સ પહેરીને તમે અજાણતાં જ તમને મુશ્કેલીમાં નાખો છો. આવી જીન્સ પહેરવાથી તમારી ત્વચા ખરડાય છે અને તેનાથી તમને ફંગલ ઇન્ફેક્શન થઇ શકે છે. આ સિવાય શરીર અને કપડાંની નિકટતાને કારણે, ઇન્ગ્રોન હેરની પ્રૉબ્લેમ પણ થઇ શકે છે. સાથે જ સ્કિન-ટાઇટ જીન્સ પહેરવાથઈ બ્લડ સર્ક્યુલેશમાં પણ તકલીફ થઇ શકે છે જે સોજો અને નર્વસ ડેમેજને ટ્રિગર કરી શકે છે

ફ્લેટ શોલ શૂઝ

જો તમે એવી મહિલાઓમાંની એક છો જે રોજે ફ્લેટ શૂઝ કે બેલેરિન પહેરે છે તો તમારે આ પહેરવાથી પણ બચવું જોઇએ. ડૉક્ટર્સનો દાવો છે કે આવા શૂઝ પહેરવાથી તમારી હેલ્થને નુકસાન પહોંચી શકે છે, કારણકે તમારા પગ પર શરીરનો ભાર અસમાન હોય છે. આ પહેલા ફ્લેટ ફૂટ, પીઠ અને પગનો દુઃખાવો થઇ શકે છે. આ સાથે જ તમને વધુ એક નુકસાન થઇ શકે છે. હા, તમારે ઘૂંટણ અને નિતંબના ભાગમાં વિકૃતિ થઇ શકે છે. અહીં સુધી કે ફ્લિપ-ફ્લૉપ, અને ફ્લેટ પણ તમારી માટે હાનિકારક છે. ફ્લિપ-ફ્લૉપ કે કોઇપણ ફુટવેરમાં સપોર્ટની ઉણપથી પ્લાન્ટર ફેશિયાઇટિસ અને પગમાં સોજો આવી શકે છે. પ્લાન્ટર ફેશિયાઇટિસ એક એવી તકલીફ છે જેમાં એડીમાં સવારે ઉઠ્યા પછી ખૂબ જ દુઃખાવો છે.

હેન્ડબેગ

એવું પ્રતિત થાય છે કે મહિલાઓ પોતાની હેન્ડબેગમાં રોજ કાંઇક ને કાંઇક ભરવું જ હોય છે. હા તમે મોટા ભાગી મહિલાઓને જોઇ હશે જેમણે પોતાની હેન્ડબેગમાં એવી વસ્તુઓ ભરી રાખે છે જેની જરૂરિયાત ક્યારે પણ પડી શકે છે. જો કે, સતત એક ખભા પર બેગ લઇ જવાથઈ ખભા અને સ્પાઇનમાં ખેંચ ઉત્પન્ન થાય છે, જેનાથી ઓસ્ટિયો ચોન્ડ્રોસિસ અને સ્કોલિયોસિસ થઇ શકે છે. આ બ્લડ વેસલ્સને પણ અટકાવીને નર્વસ અને સ્પાઇન પર પણ અસર કરી શકે છે.

ખૂબ જ વધુ ટાઇટ બ્રા

એક રિસર્ચ પ્રમાણે 97 ટકા મહિલાઓ ખોટી સાઇઝની અને ખોટા આકારની બ્રા પહેરે છે. જો તમે યોગ્ય ફિટિંગ બ્રા નથી પહેરતાં, તો તમે પોતાની બ્રેસ્ટને સપોર્ટ આપવા અને પોતાની પીઠને પ્રેશર દૂર કરવા માટે કંઇજ નથી કરતાં. આ પીઠ, ખભા અને કરોડરજ્જૂમાં દુઃખાવા જેવી સમસ્યાઓનું કારણ બને છે. આ સિવાય ટાઇટ બ્રા પહેરવાથી તમને ખૂબ જ ગભરામણ જેવું ફીલ થઇ શકે છે. તેથી હંમેશા યોગ્ય સાઇઝની બ્રા ખરીદવી અને એ પણ જોવું કે અંડરવેઅર્સ તમારી ત્વચાને વાગે નહીં.

આ પણ વાંચો : શું ખરેખર માથાનો દુઃખાવો મટાડવામાં કૉફી બને છે મદદરૂપ?

પાયજામો

તમે વિચારતા હશો કે એક સામાન્ય ઢીલો અને આરામદાયક પાયજામો કેવી રીતે નુકસાનકારક થઇ શકે છે. પણ ટાઇટ પાયજામો પહેરવો બેક્ટેરિયાના વિકાસનું કારણ બને છે જેનાથી ત્વચામાં બળતરા, યીસ્ટ ઇન્ફેક્શન કે ખંજવાળ થઇ શકે છે. તેથી ટાઇટ પહેરવાને બદલે ઢીલા અને એવા કપડાં પહેરવા જેમાં સરળતાથી શ્વાસ લઇ શકાય.

જો તમે ખરેખર તમારી હેલ્થને પ્રાથમિકતા આપવા માગો છો તો એવા કપડાં પહેરવા જે તમારી માટે સેફ હોય.

fashion fashion news