ચા, દૂધ, સંતરાનો જ્યૂસ પાણીની સરખામણીમાં શરીરને વધુ હાઈડ્રેટ કરે છે

18 September, 2019 02:45 PM IST  |  Mumbai

ચા, દૂધ, સંતરાનો જ્યૂસ પાણીની સરખામણીમાં શરીરને વધુ હાઈડ્રેટ કરે છે

Mumbai : ડૉક્ટરો અને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે દિવસ દરમ્યાન માણસે ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું જોઇએ. પણ અમેરિકામાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું કે પાણી કરતા ચા, દુધ અને સંતરાનો જ્યુસ પાણી જેટલું જ ગુણકારી છે અને તેનાથી શરીરને વધુ હાઈડ્રેટ કરે છે.


US ની નેશનલ મેડિસિન એકેડેમી દ્વારા થયો સર્વે
તમને જણાવી દઇએ કે આ અંગે અમેરિકામાં સર્વે કરવામાં આવ્યો હતો. US ની નેશનલ મેડિસિન એકેડેમીના જણાવ્યા અનુસાર, વયસ્ક મહિલાએ રોજનું ઓછામાં ઓછું બે લિટર અને વયસ્ક પુરુષે ત્રણ લિટર પાણી પીવું જોઈએ. પણ સવારે, બપોરે, રાતે ભરપૂર પાણી પીવું એ શરીરને હાઈડ્રેટ કરવાની યોગ્ય પદ્ધતિ નથી. ઉત્તર કેરોલિના રિસર્ચ કેમ્પસના ડિરેક્ટર ડેવિડ નિએમેને કહ્યું કે, અનેક બોટલ પાણી પીવાનો કોઈ અર્થ નથી. તે શરીરમાંથી બહાર જતું રહે છે.


સર્વેમાં માણસોના યુરિન સેમ્પલમાંથી કાઢવામાં આવ્યું આ તારણ
નેશનલ મેડિસિન એકેડેમીએ યુરિન સેમ્પલોનું વિશ્લેષણ કર્યું હતું અને તેમાથી જાણવા મળ્યું કે, ચા, દૂધ અને સંતરાનો જ્યૂસ પાણીની સરખામણીમાં શરીરને વધારે હાઈડ્રેટ કરે છે. તેનો અર્થ એ થયો કે,લોકો આ પીણાં પી શકે છે. એમિનો એસિડ, ફેટ્સ અને મિનરલ્સ લેવાથી શરીરને વધુ પાણી મળે છે.

આ પણ જુઓ : GIFA ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય એવોર્ડ સમારોહની યાદો તાજા કરીએ

કસરત બાદ સ્પોર્ટ્સ ડ્રિંક કરતા એક કેળું ખાવું વધુ સારૂ
અમેરિકાની નેશનલ મેડિસિન એકેડેમીના રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે, કસરત પછી સ્પોર્ટ્સ ડ્રિંક કરતા એક કેળું ખાવું વધારે સારું છે. કોઈ ફળ સાથે પાણી પીવાથી ડિહાઈડ્રેશન વધે છે. વધારે ગ્લાસ પાણી પીવાના બદલે દર 20-30 મિનિટે થોડું પાણી પીવું વધારે લાભદાયી છે.

health tips