કુદરતી વાતાવરણમાં 20 મિનિટ હળવાશની પળો પસાર કરવાથી સ્ટ્રેસ ઘટે છે

29 October, 2019 09:15 PM IST  |  Mumbai

કુદરતી વાતાવરણમાં 20 મિનિટ હળવાશની પળો પસાર કરવાથી સ્ટ્રેસ ઘટે છે

કુદરતી વાતાવરણ

Mumbai : આજના ફાસ્ટ લાઇફમાં લોકોને પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે અને આ ભાગદોડ વાળી લાઇફથી સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે એક રિસર્ચ પ્રમાણે જો તમે કુદરતી વાતાવરણમાં હળવાશની પળો માણશો તો તમારા શરીરના સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઘટાડી શકશો.

કુદરતી વાતાવરણમાં હળવાશની પળો માણવાથી સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઘટે છે
કુદરતી વાતાવરણમાં હળવાશની પળો માણવી બધાને પસંદ હોય છે. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ચ પર પ્રભાવ પડે છે. નેચર પિલ્સ એટલે કે કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવાથી શરીરનાં સ્ટ્ર્રેસ હોર્મોન લેવલમાં ઘટાડો જોવા મળે છે. ફ્રોન્ટિયર્સ ઈન સાયકોલોજીનામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.


મિશિગન યુનિ.ના પ્રોફેસરે કર્યું રિસર્ચ
મિશિગન યુનિવર્સિટીના અસોસિએટ પ્રોફેસર ડો. મેરી કારોલ હન્ટર દ્વારા કરવામાં આવેલા આ રિસર્ચમાં પુરવાર થયું કે કુદરતી વાતાવરણમાં 20થી 30 મિનિટ પસાર કરવાથી કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન)નું લેવલ ઘટે છે.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

20 નેચર પિલ્સ લેવાથી કોર્ટિસોલ લેવલને ઘટાડી શકાય છે
આ રિસર્ચમાં કેટલાક વોલન્ટિયર્સને 8 અઠવાડિયા સુધી નેચર પિલ્સ લેવા માટે કહેવામાં આવ્યું હતું. તે દરમિયાન વોલન્ટિયર્સને 1 અઠવાડિયામાં 3 વખત 10 મિનિટ કે તેથી વધારે સમય સુધી કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવા માટે કહેવામાં આવ્યું હતું.આ રિસર્ચમાં તમામ વોલન્ટિયર્સનાં કોર્ટિસોલ લેવલનો અભ્યાસ કરવામા આવ્યો હતો. અભ્યાસમાં પુરવાર થયું કે 20 મિનિટ નેચર પિલ્સ લેવાથી કોર્ટિસોલ લેવલને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. કુદરતી વાતાવરણમાં બેસીને અથવા ચાલીને 20 મિનિટથી વધારે સમય પસાર કરવાથી કોર્ટિસોલ લેવલને વધારે પડતું ઓછું કરી શકાય છે.

health tips