વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે મોટી સફળતા મેળવી

18 September, 2019 02:05 PM IST  |  Mumbai

વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે મોટી સફળતા મેળવી

Mumbai : મેડિકલ રિસર્ચર્સ માટે કેન્સરની સચોટ સારવાર શોધવી મોટી સમસ્યા હતી. વર્ષ 2018માં દુનિયાભરમાં 96 લાખ લોકો કેન્સરને લીધે મૃત્યુ પામ્યા હતા. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ કેન્સરના ટ્યુમરને અન્ય રૂપમાં બદલીને તેની સારવાર કરવામાં સફળતા હાંસિલ કરી છે. સ્વિત્ઝરલેન્ડના વૈજ્ઞાનિકોની એક ટીમે બ્રેસ્ટ કેન્સરનાં ગ્રોથને રોકવા માટેની પદ્ધતિ શોધી છે. તેનો ઉપયોગ કરીને બ્રેસ્ટ કેન્સરના સેલ્સને ફેટ સેલ્સ એટલે કે ચરબીના સેલ્સમાં પરિવર્તિત કરી શકાય છે.


જાણો, રિસર્ચમાં શું મળી સફળતા
ઉંદરો પર કરવામાં આવેલી રિસર્ચમાં યુનિવર્સિટી ઓફ બેસલના વૈજ્ઞાનિકોની ટીમે શરીરમાં એવી જગ્યાઓ બનાવી તેના માધ્યમથી metastasising એટલે કે રૂપ પરિવર્તિત કરીને, ઝડપથી વધતા કેન્સર સેલ્સનું વિભાજન કરીને તેને ફેટ સેલ્સમાં પરિવર્તિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. કેન્સર શરીરમાં 2 પ્રકારે પરિવર્તિત થાય છે અથવા વધે છે- epithelial-mesenchymal transition (EMT) અને mesenchymal‐to‐epithelial transition (MET).

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

કેન્સર સેલ્સને ફેટ સેલ્સમાં પરિવર્તિત કરવામાં સફળતા
આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસની સારવારમાં વપરાતી દવા rosiglitazone અને કેન્સરની સારવારમાં વપરાતી દવા trametinibનો સંયુક્ત ઉપયોગ કર્યો હતો. તેનો ઉપયોગ કરીને ઉંદરોના કેન્સર સેલ્સની આક્રમકતાની સારવાર કરવામાં આવી હતી. તે દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, કેન્સર સેલ્સ જ્યારે આ બન્ને દવાઓના સંપર્કમાં આવ્યા ત્યારે કેન્સર સેલ્સએ EMT અને METના માધ્યમથી રસ્તો બદલવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રક્રિયામાં કેન્સર સેલ્સ પ્રસરવાને બદલે ફેટ સેલ્સમાં પરિવર્તિત થયાં હતાં. આ સમગ્ર પ્રક્રિયાને એડિપોજિનેસિસ’ (adipogenesis) કહેવામાં આવે છે.

health tips