રિસર્ચ એવું કહે છે કે જાપાની ચા ‘માચા’ પીવાથી તણાવને દુર કરી શકો છો

11 September, 2019 08:35 PM IST  |  Mumbai

રિસર્ચ એવું કહે છે કે જાપાની ચા ‘માચા’ પીવાથી તણાવને દુર કરી શકો છો

જાપાની ચા માચા

Mumbai : શું તમારા જીવનમાં બહુ તણાવ છે? શું તમે મોટાભાગનો સમય ચિંતામાં પસાર કરો છો? જો હા તો ગભરાવવાની જરૂર નથી કારણ કે જાપાની ચા 'માચા' તમને તણાવમાંથી છૂટકારો અપાવી શકે છે. આ વાત તાજેતરમાં એક સંશોધનમાં સામે આવી છે. જાપાનની કુમામોતો યુનિનર્સિટીના સંશોધકોએ આ પરિણામ માટે કેટલાક ઉંદરો પર અભ્યાસ કર્યો હતો. જેમાં તેમને જાણવા મળ્યું કે જે ઉંદરોને માચા પાવડર અથવા તો માચાનો કસ પીધો તેમના તણાવપૂર્ણ વ્યવહારમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો.

'માચા' ચા માં રહેલ તત્વો ચિંતા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે
શંશોધકોના જણાવ્યા અનુસાર
, માચા ચામાં કેટલાક એવા તત્ત્વો હોય છે જે ચિંતા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. આ તત્ત્વ ડોપામીન D1 રિસેપટર્સ અને સેરોટોનિન 5-HT1A રિસેપ્ટર્સ એક્ટિવેટ કરી દે છે. આ બંને કેમિકલ તણાવપૂર્ણ વ્યવહારથી સંબંધિત હોય છે. અભ્યાસના મુખ્ય લેખક યુકીના જણાવ્યા પ્રમાણે, 'આ સંદર્ભમાં હજી વધુ સંશોધનની જરૂર છે. પરંતુ અત્યારે અમારું સંશોધન સાબિત કરે છે કે વર્ષોથી ઔષધિય પદાર્થ તરીકે ઉપયોગમાં લેનાર માચા માનવ શરીર માટે પણ ફાયદાકારક છે.'

આ પણ જુઓ : નર્મદા નદી કિનારે કુદરત-આધ્યાત્મનો અનુભવ કરાવે છે પોઈચાનું નીલકંઠ ધામ,જુઓ ફોટોઝ

માચા પાવડર અથવા માચાનો કસ પીધા બાદ ચિંતામાં ઘટાડો થાય છે
આ અભ્યાસમાં ઉંદરો પર ચિંતાને લઇને પરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે માચા પાવડર અથવા માચાનો કસ પીધા પછી તેમની ચિંતામાં ઘટાડો થયો. આ અભ્યાસમાં બીજી એક વાત સામે આવી કે જે ઉંદરોએ માચાના કસને ગરમ પાણીન સાથે પીધો તો તેની ચિંતા અને તણાવમાં 80% ઘટાડો આવ્યો. માચા છાંયડાવાળી જગ્યાએ ઉગાડવામાં આવનારી કેમેલિયા સિનેન્સિસ નામનાં ચાનાં પાંદડાઓનો ભૂકો હોય છે.

health tips