ડેન્ગ્યુના તાવ સામે રક્ષણ મેળવવા માટે પપૈયાના પાંદડાનું સેવન કરો

10 September, 2019 09:54 PM IST  |  Mumbai

ડેન્ગ્યુના તાવ સામે રક્ષણ મેળવવા માટે પપૈયાના પાંદડાનું સેવન કરો

પપૈયાના પાનનું જ્યુસ

Mumbai : ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કહેર ડેન્ગ્યુના તાવનો હોય છે. તેના લક્ષણોમાં માથાનો દુખાવો ઊલટી, આંખોમાં દર્દ અને રેશિસનો સમાવેશ થાય છે. આ બીમારીની ગંભીર પરિસ્થિતિમાં પેટનો દુખાવો, દાંતના પેઢા અથવા નાકમાંથી લોહી વહેવું અને શ્વાસલેવામાં તક્લીફ થાય છે. આવી પરિસ્થિતિમાં દર્દીનું મોત પણ થઈ શકે છે. તેવામાં ડોક્ટરની સારવાર સાથે ઘરેલુ ઉપચાર પણ કરી શકાય છે. પપૈયાના પાંદડાનું જ્યૂસ પીવાથી ડેન્ગ્યુના તાવમાં રાહત મળે છે.


પપૈયાના પાંડદામાં વિટામિન C મોટા પ્રમાણમાં હોય છે
પપૈયાના પાંદડામાં વિટામિન C અને એન્ટિ એક્સિડેન્ટ્સનો સ્ત્રોત મોટા પ્રમાણમાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં લાભદાયક છે. ડેન્ગ્યુના તાવથી દર્દીના શરીરમાં પ્લેટલેટ્સ એટલે કે રક્તકણોની ઉણપ જોવા મળે છે.આવી પરિસ્થિતિમાં પપૈયાના પાંદડા પ્લેટલેટ્સના કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.

આ પણ જુઓ : શ્રીફળનો પહાડઃ વર્ષોથી પડ્યા છે લાખો શ્રીફળ, તેમ છતાંય નથી બગડતા

કેવી રીતે પીવાથી ફાયદો મળશે
પૈયાના પાંદડાને લસોટીને તેનું જ્યૂસ નીકાળી લો. આ પપૈયાના દિવસમાં 2 ચમચી 2થી 3 વાર પીવું જોઈએ, જેથી તેના ગુણોનો અસર થાય. આ જ્યૂસની કડવાશને દૂર કરવા માટે તેમાં મધ અથવા કોઈ ફ્રૂટનો રસ પણ ઉમેરી શકાય છે.

health tips