ઘરમાં પાલેળું કુતરૂં બાળકને એલર્જી થતાં અટકાવશે

11 September, 2019 09:00 PM IST  |  Mumbai

ઘરમાં પાલેળું કુતરૂં બાળકને એલર્જી થતાં અટકાવશે

Mumbai : ઘરમાં કૂતરું હોવું બાળકના વિકાસમાં અને રોગો થતા અટકાવવામાં ફાયદાકારક છે. વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. વર્ષોથી કૂતરું માણસનું સૌથી સારું મિત્ર સાબિત થયું છે. પરંતુ જો તમારા ઘરમાં તમે કૂતરું પાળ્યું હશે તો તમારા બાળકને એલર્જી થવાની શક્યતા બહુ ઘટી જશે. બાળકો અને પ્રાણીઓ વચ્ચે થયેલાં એક સંશોધનનાં પરિણામોનું કહેવું છે કે જે ઘરોમાં જેટલાં વધારે કૂતરાં હશે ત્યાં રહેતાં બાળકોને એલર્જી થવાનું જોખમ એટલું ઓછું રહેશે.


પાલતું કુરતા પાળવાખી અનેક ફાયદા થાય છે
કૂતરા પાળવાથી શારીરિક, માનસિક અને સામજિક અનેક ફાયદા થાય છે. કૂતરો એ માનવજાતનો સૌથી વફાદાર સાથી હોય છે, જે તેને આવનારા જોખમનો સંકેત તો આપે જ છે પણ સાથે જોખમના સમયે રક્ષક બનીને સદીઓથી ચાલતી આવતી પોતાની વફાદારી પણ નિભાવે છે.


જે ઘરમાં પાલતું પ્રાણીઓ વધુ હોય છે તે ઘરના બાળકોને એલર્જીનું જોખમ ઓછું
ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્વીડનમાં થયેલાં એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરોમાં જેટલા વધારે પાળેલાં પ્રાણીઓ હોય છે ત્યાં જન્મતાં બાળકોને એલર્જી થવાનું જોખમ એટલું ઓછું રહે છે. આ સંશોધન કરવા માટે સંશોધકોએ 1278 બાળકોનું પરીક્ષણ કર્યું. સંશોધનમાં જાણવા મળ્યું કે જે બાળકો 18 મહિના, 3 વર્ષ, 8 અથવા 9 વર્ષની ઉંમરે પાળતુ પ્રાણીઓની વચ્ચે ઉછરે તેમને એલર્જી થવાનું જોખમ એટલું ઓછું રહે છે.

આ પણ જુઓ : નર્મદા નદી કિનારે કુદરત-આધ્યાત્મનો અનુભવ કરાવે છે પોઈચાનું નીલકંઠ ધામ,જુઓ ફોટોઝ

જે ઘરમાં 1 પાળતું કુતરું હોય ત્યા બાળકોને 43%એલર્જી થવાની શક્યતા રહે છે
સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે 49% ઘર એવા છે જ્યાં કોઈ પાળતું પ્રાણી નથી અને ત્યાં પેદા થતાં બાળકો 12 મહિનાની અંદર જ વધુ એલર્જીની સમસ્યાથી પીડાય છે. જે ઘરોમાં એક કૂતરું હોય છે ત્યાં બાળકોને 43% જ એલર્જી થવાની શક્યતા રહેલી છે. જે બાળકો ત્રણ પાળતું પ્રાણીઓને વચ્ચે ઉછરે છે તેમને 24% એલર્જી થવાની શક્યતા રહેલી છે. જે બાળકો પાંચ કે તેથી વધુ પાળતુ પ્રાણીઓ સાથે રહે છે તેમને બાળપણમાં કોઈ પ્રકારની એલર્જી નથી થતી.

health tips