ઓઈલી સ્કીન માટે ટિપ્સઃ ભોજનમાં આ વસ્તુઓથી રહો દૂર

15 September, 2019 01:02 PM IST  |  મુંબઈ

ઓઈલી સ્કીન માટે ટિપ્સઃ ભોજનમાં આ વસ્તુઓથી રહો દૂર

ઓઈલી સ્કીન માટે ટિપ્સઃ ભોજનમાં આ વસ્તુઓથી રહો દૂર

તમે જેવું જમો છો એવા તમે દેખાવ છો. એનો મતલબ એ નથી કે માત્ર તમારું વજન વધારો હશે પરંતુ તમારે ત્વચા અને વાળથી પણ સાફ થઈ જાય છે કે તમે કેવો આહાર લે છો. હેલ્ધી ખાવાના કારણે તમારી ત્વચા પણ સ્વસ્થ થશે. સાથે જ આખો દિવસ ખૂબ જ પાણી પીવું જરૂરી છે. ઓછું પાણી પીવાથી ત્વચા વધુ ચીકણી થાય છે જે જોવામાં રૂક્ષ અને બેજાન લાગે છે. તમારે તમારા શરીરમાંથી ઝેરી તત્વો કાઢવા જરૂરી છે, જેથી તમારે પાણી સાથે સારું જમવું પણ જરૂરી છે. કેટલીક એવી વસ્તુઓ છે જે તમારા ચહેરાને ઑઈલી બનાવે છે. અમે તમને જણાવીએ છે એવી વસ્તુઓ વિશે જેને તમારે તમારા ભોજનમાંથી કાઢી નાખવાની જરૂર છે.

દૂધના ઉત્પાદનો
તમે ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું સંપૂર્ણ રીતે બંધ તો નથી કરી શકતા પરંતુ કેટલીક વસ્તુઓ ખૂબ જ હાનિકાર હોય છે. તમે તમારા આહારમાં ઘી, માખણ, ક્રીમ અને ચીઝ જેવી વસ્તુઓ લેવાની ઓછી કરી દો, કારણ કે તે તમારી ત્વચાને તૈલીય બનાવે છે.

તળેલું જમવાનું
સમોસા, પકોડા, ફ્રાઈસ જેવી તળેલી વસ્તુઓ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તે તમારા શરીરને માત્રને માત્ર નુકસાન જ કરે છે. સાથે ત્વચાને પણ. આ વસ્તુઓ ખાવાનું છોડો અને તમે તમારી ત્વચામાં ફેરફાર જોઈ શકશો.

પ્રોસેસ્ડ ફૂડ
પેકેટના નૂડલ્સ, માંસ, સૂપ કે રેડી ટુ ઈટ ફૂડ બંધ કરો. આ ફૂડથી તમારી ત્વચાને ખૂબ જ નુકસાન ખાય છે. તેનાથી ખીલ થાય છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ આ વસ્તુઓ જોઈને તમને આવશે તમારા બાળપણની યાદ...

ગળ્યું
ગળ્યું ઘણા લોકોની નબળાઈ હોય છે. ક્યારેક ક્યારેક ચોકલેટનો એક ટુકડો કે આઈસ્ક્રીમનો એક સ્કૂપ હાનિકારક નથી હોતો. પરંતુ રોજ તેને ખાવું ગંભીર સ્વરૂપ લઈ શકે છે. જો હેલ્ધી સ્કીન જોઈતી હોય તો ખાંડ, કોર્ન સીરપ, મિઠાઈ, કેક, બિસ્કિટ, આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ.

health tips skin care