ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ લાવી શકે બહેરાશ, થઈ શકે હ્રદયને અસર

17 July, 2019 09:02 PM IST  | 

ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ લાવી શકે બહેરાશ, થઈ શકે હ્રદયને અસર

સ્માર્ટફોનમાં ઇયરફોનનો ઉપયોગ ઘણી સારી સુવિધા છે. પરંતુ આજ કાલ ઇયરફોનનો ઉપયોગ ટ્રેન્ડ બની ગયો છે. પણ જો તમે પુરો દિવસ ઇયરફોનમાં ગીતો સાંભળતા હોય તો તમે ચેતી જજો. જો તમને આવી ટેવ હોય તો તમને આ ટેવ નુકસાન પહોંચાડી શકે છે. આપણે સવારની શરૂઆત મોર્નિંગ વૉક સાથે કરીએ છીએ ત્યારથી લઈને રાત્રે સૂતા સુધી ઓફિસ કામમાં, ડ્રાઈવ કરતા, બુક્સ વાંચતા ઈયરફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ

જો આપણે સતત ઈયર ફોન વાપરતા હોઈ છીએ તો આપણે ઘણી બિમારીના શિકાર બની શકીએ છીએ. કાનમાં બહેરાશ થી લઈને હ્રદય રોગ સુધીની ઘણી બિમારીઓ આપણને અસર કરી શકે છે. ચાલો જોઈએ સતત ઈયરફોનનો ઉપયોગ કરવાથી આપણને શું અસર થઈ શકે છે.

સંભળાવાનું બંધ થઈ જવું

સતત લાંબા સમય સુધી ઈયરફોનથી ગીત સાંભળવાથી વ્યક્તિના કાનમાં બહેરાશ આવી શકે છે. અને તેના કારણે સમય જતા સાંભળવાની ક્ષમતા પણ ઓછી થતી જાય છે. મોટા અવાજે ગીતો સાંભળવાથી આપણા સાંભળવાની ક્ષમતા પર અસર પડે જ છે પણ સાથે માનસિક સમસ્યા પણ પેદા થવા લાગે છે.

બહેરાશ

સામાન્ય રીતે આપણી સાંભળવાની ક્ષમતા 90 ડેસેબલ હોય છે. એક અભ્યાસ અનુસાર, જો કોઈ વ્યક્તિ એક દિવસમાં બે કલાકથી વધુ સમય માટે 90 ડિસેબલથી વધારે અવાજમાં ગીત સાંભળતું હોય તો તે બહેરાશનો ભોગ બનવાની સાથે અન્ય મોટા રોગોની ઝપેટમાં આવી શકે છે. જો સતત ઈયરફોન સાંભળવામાં આવે તો 40 થી 50 ડેસેબલ સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

હ્રદય રોગ

મોટા અવાજે ગીતો સાંભળવાથી માત્ર કાનને જ નહીં પણ લોકોના હૃદયને પણ નુકસાન પહોંચી શકે છે. મોટા અવાજમાં ગીત સાંભળવાથી હાર્ટ બીટ ફાસ્ટ થઈ જાય છે અને તે નોર્મલ સ્પીડની સરખામણીએ ઝડપથી ધબકવા લાગે છે. જેના કારણે હ્રદયને નુકસાન પહોંચી શકે છે.

tech news gujarati mid-day