Oral Hygiene Day: ઑરલ હાઇજિન પ્રત્યે બેદરકારી તમારા સુગર અને હાર્ટ માટે બની શકે છે જોખમી

01 August, 2022 03:26 PM IST  |  Mumbai | Karan Negandhi

આ દિવસનો ઉદ્દેશ્ય ઑરલ હાઇજિન જાળવવાના મહત્ત્વ અને દાંત સંબંધિત વિવિધ રોગોથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવવાનો છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (WHO) દ્વારા હાથ ધરવામાં આવેલા 2017ના ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે સમગ્ર વિશ્વમાં લગભગ 3.5 અબજ લોકો મોઢાના રોગોથી પીડાય છે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે દાંતમાં સડો, પેઢાના રોગ અને મોઢાના કેન્સર સહિતની મોટાભાગની બીમારીઓ ફક્ત ઑરલ હાઇજિન જાળવવાથી રોકી શકાય છે.

ઇન્ડિયન સોસાયટી ઑફ પીરિયોડોન્ટોલોજીના સ્થાપક ડૉ. જી. બી. શંકવલકર (Dr G B Shankwalkar)ની જન્મજયંતિની યાદમાં ભારતમાં દર વર્ષે ૧ ઑગસ્ટે ઑરલ હાઇજિન ડે (Oral Hygiene Day) ઊજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય ઑરલ હાઇજિન જાળવવાના મહત્ત્વ અને દાંત સંબંધિત વિવિધ રોગોથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. તો આ દિવસે ચાલો નિષ્ણાત પાસથી જાણીએ કે કઈ રીતે જાળવવી ઑરલ હાઇજિન.

તમને સવાલ થશે કે ઑરલ હાઇજિન એટલે શું? તો તમારો આ સવાલ અમે પૂછ્યો ICPA હેલ્થ પ્રોડક્ટ્સ લિમિટેડના રિસર્ચ અને ઇનોવેશન વિભાગના વડા ડૉ. રાજીવ ચિટગુપ્પીને, તેમણે જણાવ્યું કે “ઑરલ હાઇજિન એ તમારા મોઢાને સ્વચ્છ અને રોગમુક્ત રાખવાની પ્રક્રિયા છે. ઑરલ હાઇજિનમાં દાંત અને તેમની વચ્ચેની જગ્યાને સાફ કરવા અને નિયમિત બ્રશ કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.”

ઑરલ હાઇજિન જાળવવી ખૂબ જરૂરી

ડૉ. રાજીવ ચિટગુપ્પી જણાવે છે કે “સારી ઑરલ હાઇજિન તમને બોલવામાં, સ્વાદિષ્ટ ખોરાક ખાવા અને પર્યાપ્ત પોષણ મેળવવામાં મદદ કરે છે. તે સારી જીવનશૈલીનો આનંદ માણવામાં પણ મદદ કરે છે અને સૌથી અગત્યનું છે કે મોઢાના સ્નાયુઓ દ્વારા તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં મદદ કરે છે, દા.ત. હસવું. ઉપરાંત, સારું ઑરલ હાઇજિન તમને અમુક તબીબી પરિસ્થિતિઓને રોકવા અથવા નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ટૂંકમાં, સારું ઑરલ હાઇજિન એ સારું સ્વાસ્થ્ય જાળવવાનો એક ભાગ છે.”

ICPA હેલ્થ પ્રોડક્ટ્સ લિમિટેડના રિસર્ચ અને ઇનોવેશન વિભાગના વડા ડૉ. રાજીવ ચિટગુપ્પી

કઈ રીતે જાળવવી સારી ઑરલ હાઇજિન?

ઑરલ હાઇજિન જાળવવા આ ભૂલો ટાળો

ઑરલ હાઇજિન ન જાળવવી જોખમી

ડૉ. ચિટગુપ્પીએ ઉમેર્યું કે “નબળું ઑરલ હાઇજિન ખરાબ સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે, જેને કારણે દાંત સંબંધી રોગ થઈ શકે છે. જમ રોગ ડાયાબિટીસ મેલીટસના વિકાસ સાથે સંકળાયેલ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ડાયાબિટીસના દર્દીઓમાં, પેઢાના ગંભીર રોગથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, કિડ સંબંધી રોગ જેવી જટિલતાઓનું જોખમ વધી શકે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓ માટે ઑરલ હાઇજિન જાળવવું મહત્વપૂર્ણ છે. સારું ઑરલ હાઇજિન જાળવવાથી દર્દીઓ તેમના ડાયાબિટીસને વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.”

life and style health tips