એકલા રહેતા વૃદ્ધોમાં સંધિવા બીમારીનું જોખમ વધી જાય છે

20 October, 2019 08:36 PM IST  |  Mumbai

એકલા રહેતા વૃદ્ધોમાં સંધિવા બીમારીનું જોખમ વધી જાય છે

Mumbai : કોઈ પણ વયની વ્યક્તિ સાથે સામાજિક સમરસતા જાળવી રાખવી જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો સાથે સામાજિક વ્યવહાર સાચવવો જરૂરી છે. વૃદ્ધોને સામાજિક રીતે અળગા રાખવાથી સંધિવાનું જોખમ વધે છે. અમેરિકન જિરિયાટ્રિક્સનામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઈ છે.


એકલા-અટુલા રહેતા વૃદ્ધો અને સંધિવા પર તેની અસર વિશે અભ્યાસ કરયા હતો
યુરોપિયન પ્રોજેક્ટની માહિતીથી કરાયેલાં આ રિસર્ચમાં સદંતર એકલા રહેતા વૃદ્ધો અને સંધિવા પર તેની અસર વિશે અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંધિવા ધરાવતી વ્યક્તિઓમાં સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ જોવા મળે છે. એકલતામાં રહેવાથી તેમાં વધારો થઈ શકે છે. તેમાં ચિંતા, ડિપ્રેશન, શારીરિક સક્રિયતા સહિત અનેક પરિબળો સામેલ છે.


રિસર્ચ 60 વર્ષના લોકો પર કરાયું હતું
આ રિસર્ચ 60 વર્ષની વયના કેટલાક વોલન્ટિયર્સ પર કરવામાં આવ્યું હતું. તેમાંથી 30% લોકોને સંધિવા હતો. રિસર્ચમાં વોલન્ટિયર્સને તેમણે કરેલી સામાજિક પ્રવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમાં જોવા મળ્યું કે માત્ર 20% લોકો જ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તેઓમાં વધારે શારીરિક સ્ફૂર્તિ જોવા મળી હતી.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

સામાજીક રીતે અળગા રહેતા લોકોમાં સંધિવાનું જોખમ વધી જાય છે
વૈજ્ઞાનિકોનાં અવલોકનમાં સામે આવ્યું કે, સામાજિક રીતે અળગા રહેલાં લોકોમાં અન્ય લોકોની સરખામણી કરતાં સંધિવાની તીવ્રતા વધારે જોવા મળી હતી. સાથે જ આ લોકોમાં ડિપ્રેશન અને નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળ્યો હતો. સામાજિક અલગતાની અસર સ્વાસ્થ્ય પર પડતી હોવાથી રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો વૃદ્ધોને સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેવાની સલાહ આપે છે.

health tips