તમારી ત્વચામાં આવતો વૃદ્ધત્વ ટાળવા માટે ખોરાકમાં ઉમેરો આ વસ્તુઓ

10 June, 2022 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે લોકો આયુર્વેદ અને પોતાના પૌષ્ટિક આહાર પ્રત્યે વધારે જાગૃત થયા છે જે ખરેખર પ્રભાવી છે અને તમારી ત્વચાને અંદરથી રિપેર કરવાનું તેમજ યુવા રાખવાનું કામ કરે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

એક સમય હતો જ્યારે તમારી ઉંમરનો અંદાજ તમારી સ્કીન પરથી લગાડવામાં આવતો અને વર્ષોથી આ રીતે સ્ત્રીઓની વધતી ઉંમર તેમની ત્વચા દ્વારા ખબર પડતા તેમના સૌંદર્ય પ્રત્યે તેમને ચિંતા થવા લાગી. આ એક ખૂબ જ સામાન્ય માન્યતા છે કે હાઇ-એન્ડ-કૉસ્મેટિક ક્રીમ્સનો ઉપયોગ કરીને તમે યુવાન દેખાઈ શકો છો પણ લાંબા ગાળે આ ક્રીમ્સની આડઅસર પણ થતી હોય છે. જો કે, હવે લોકો આયુર્વેદ અને પોતાના પૌષ્ટિક આહાર પ્રત્યે વધારે જાગૃત થયા છે જે ખરેખર પ્રભાવી છે અને તમારી ત્વચાને અંદરથી રિપેર કરવાનું તેમજ યુવા રાખવાનું કામ કરે છે.

આમ તો યુવાન દેખાવની એકમાત્ર ચાવી એટલે પૌષ્ટિક આહાર, અને વ્યાયામ કહી શકાય જે તમારી સ્વસ્થતા અને સુંદરતામાં સંતુલન જાળવી રાખે છે. દરરોજ લગભદ 30-45 મિનિટ માટે શારીરિક વ્યાયામ જેમ કે ચાલવું, દોડવું મહત્વનું હોય છે ખાસ તો ત્યારે જ્યારે તમારો સ્ક્રીન સાથેનો સમય તમને એક જ જગ્યાએ બેસતો કરી મૂકે છે. તમારા શરીરને જરૂરી પોષણ આપવા માટે તમારે અઠવાડિયામાં દરેક ખાદ્ય પદાર્થ સામેલ થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય, બધા વિટામિન અને ખનિજ તમને મળી રહે તે પણ જરૂરી થઈ પડે છે.

સામાન્ય રીતે દિવસ દરમિયાન યોગ્ય ખોરાકની પણ ખોટી વ્યાખ્યા કરાતી હોય છે. જ્યારે મોટાભાગના લોકો ચોક્કસ સમયાંતરે જ જમે છે અથવા પોતાના જમવાનો સમય ટ્રેક કરે છે. પણ  હવે ધીમે ધીમે સરળતાથી મળતા પેકેજ્ડ ફૂડ અને જંક ફૂડ તરફ જ્યારે લોકો વળ્યા છે તો તમને એ ફ્રેશનેસ, એ તાજગીનો અનુભવ થતો નથી જે પહેલા લોકોને થતો હતો. તેથી તમે શું ખાઓ છો અને ક્યારે ખાઓ છે તેનું ધ્યાન રાખવું મહત્વનું છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ શરીરને વધારે મજબૂત બનાવવું જોઈએ. અને શરીરને અંદરથી મજબૂત બનાવવા માટે તમે તમારા ઇનટૅક પર ધ્યાન રાખી શકો છો. જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ અને કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ ગીતિકા મિત્તલ ગુપ્તાએ એવી વસ્તુઓ જણાવી છે તે તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદરૂપ નીવડશે.

1. બદામ
બદામમાં વિટામિન ઈ (અલ્ફા-ટોકોફેરોલ) હોય છે જે ચામડીને સ્વસ્થ બનાવનારા એન્ટી-એજિંગ ગુણ આપવામાં કારગર નીવડે છે. બદામ ખાવાને પોતાની બ્યૂટી રૂટિનનો ભાગ બનાવી શકાય છે આ તાજેતરમાં થયેલી સ્ટડીમાં લાભદાયક સાબિત થયું છે. બદામ ચામડી પરની કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ બને છે. આયુર્વેદ પ્રમાણે પણ બદામ સ્કીન માટે સારા હોય છે અને તમારી ત્વચાને ચમકદાર બનાવી શકે છે.

2. અળસીના બી તમારી ત્વચાને સ્મૂથ અને કોમળ રાખવા માટે બને છે મદદરૂપ
કરચલીઓ અટકાવવા તેમ જ તમારી સ્કીનને કોમળ અને યુવાન રાખવા માટે હાઇડ્રેશન ખૂબ જ જરૂરી હોય છે. તાજેતરમાં થયેલ સ્ટડી પ્રમાણે, 12 અઠવાડિયા પછી, જેમને અળસીનું તેલ કે બીજ આપવામાં આવ્યા છે તેમની સ્કીન 39 ટકા વધારે હાઇડ્રેટેડ બની છે. આ એન્ટી-એજિંગ ફુડ ખાવાથી સ્કીન પરના રેશિશમાં ફાયદો થાય છે આમાં અલ્ફા-લિનોલેનિક એસિડ, એક ઓમેગા-3 ફેટી એસિડ (ALA) પણ હોય છે. ઓમેગા-3 સ્કીનમાં હાઇડ્રેશન વધારે છે. જે મહિલાઓએ વર્ષ 2009 અને 2011 વચ્ચે કરવામાં આવેલા 12 અઠવાડિયાના અભ્યાસમાં અળસીના તેલનું સેવન કર્યું તેમની સ્કીન વધારે હાઇડ્રેટેડ જોવા મળી.

3. દાડમ
દાડમમાંથી મળનારું Punicalagins, ચામડીમાંના કોલેજનને જાળવી રાખવામાં મદદરૂપ બને છે, જેથી એજિંગની પ્રક્રિયા ધીમી પડે છે. ફળના એન્ટીઑક્સિડેન્ટ યૂવી સ્કીનને નુકસાનકારક કેમિકલ્સ અને રેડિએશનથી બચાવે છે. સ્કીન પરના ડાર્ક પેચ ઘટાડીને એજિંગ પ્રક્રિયા ધીમી પાડવામાં મદદરૂપ બને છે. 

તમારી સ્કીનને અંદરથી પોષણ આપવા માટે અને વૃદ્ધત્વના સંકેત ઘટાડવા માટે આ સરળ ખાદ્ય પદાર્થોનું સેવન કરવું.

health tips indian food