પોતાની ભુલ માનવી એ સારી બાબત છે, પણ આ ટેવ બિમારીના સંકેત હોઇ શકે છે

30 June, 2019 11:50 PM IST  |  Mumbai

પોતાની ભુલ માનવી એ સારી બાબત છે, પણ આ ટેવ બિમારીના સંકેત હોઇ શકે છે

Mumbai : ઘણા લોકો કોઇ શરમ કે સંકોચ વગર પોતાની ભુલ સ્વિકારી લે છે. પણ ઘણીવાર કેટલાક લોકો દરેક વાત માટે પોતાને જ જવાબદાર ગણતા હોય છે. જો તમને પણ આવી ટેવ હોય તો તેને હળવાશમાં ન લો કારણ કે, તે ઓબ્સેસિવ કંપલિવ ડિસઓર્ડર (OCD) નો સંકેત હોઈ શકે છે. આ એક પ્રકારની માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિ એક વસ્તુને લઅઇને વારંવાર સફાઈ આપ્યા કરે છે, પોતાને દોષિત માને છે અને વારંવાર હાથ ધોવા જેવી ટેવને લઇને હઠ પકડી લે છે.


OCD બિમારી શું છે?

તમને જણાવી દઇએ કે OCD એક ચિંતાજનક બીમારી છે, જેમાં દર્દીના મનમાં વારંવાર અસ્વસ્થ વિચારો આવે છે. તે એક જ કામ જેમ કે કોઈપણ વસ્તુને અડ્યા બાદ હાથ ધોવા, વસ્તુઓ ગણવી, કોઈ વસ્તુ વારંવાર ચેક કરવી અને દરેક ભૂલ પર સોરી બોલી દેવું વગેરે વાતોનું વારંવાર પુનરાવર્તન કરે છે. આ ઉપરાંત, આ રોગમાં દર્દીના મનમાં કંઇક ડર, શંકા અથવા મૂંઝવણની ભાવના પણ રહે છે. એવામાં દર્દીઓ પોતાની જાતને રોકી પણ નથી શકતો અને ચિંતા કર્યા કરે છે. આ સિવાય પોતાના વર્તન પર પણ તેનું કોઈ નિયંત્રણ નથી રહેતું.


4 કરોડ લોકો દર વર્ષે આ બિમારીનો શિકાર બને છે

એગ્ઝાયટિ એન્ડ ડિપ્રેશન એસોસિયેશનના જણાવ્યા અનુસાર, ભારતમાં દર વર્ષે 4 કરોડ લોકો OCDનો શિકાર બને છે. OCD ચિંતાની એક એવી સમસ્યા છે, જેને સમયસર દૂર કરવામાં ન આવે તો તે મોટું સ્વરૂપ લઈ લે છે. તેના કારણે મનમાં ખોટા વિચારો આવે છે અને વ્યક્તિ દરેક કાર્યોને પુનરાવર્તિત કરવા લાગી જાય છે.


જોકે આ બિમારીની સારવાર શક્ય છે
સંશોધકોનું કહેવું છે કે તેની સારવાર બહુ સરળ હોય છે. પરંતુ તેનાથી પીડિત લોકો એ માનવા તૈયાર નથી હોતા કે તેમને આવો કોઈ રોગ છે. આ જ કારણ છે કે તેમની સારવાર કરવામાં મુશ્કેલી આવે છે. જો તેઓ રિઆલિટી સ્વીકાર કરી લે તો તેની સારવાર સરળતાથી કરી શકાય છે.

આ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

શું કરવું જોઇએ?
આ રોગ માટે એવી દવાઓ આવે છે, જે મગજના કોષોમાં સેરોટોનિનની માત્રા વધારે છે. ડોક્ટર ઘણીવાર સારવારમાં આ દવા લેવાની સલાહ આપે છે, જેને લાંબાગાળા સુધી લેવાની હોય છે.


આ બિમારીમાં બિહેવિયર થેરપી મદદરૂપ
આ ડિસઓર્ડર દૂર કરવા માટે 'બિહેવિયર થેરપી'ની મદદ પણ લેવામાં આવે છે. થેરપી દરમિયાન દર્દીને શાંત કરવા વ્યાયામ અને આસાન કરાવવામાં આવે છે. આ સાથે જ આ થેરપીમાં વિચારોમાંથી મુક્ત થવાની તક્નીક પણ શીખવાડવામાં આવે છે.