ડીજીટલ યુગમાં લોકો એકલતા દુર કરવા ડેટિંગ એપનો વધુ ઉપયોગ કરે છે

11 September, 2019 08:00 PM IST  |  Mumbai

ડીજીટલ યુગમાં લોકો એકલતા દુર કરવા ડેટિંગ એપનો વધુ ઉપયોગ કરે છે

Mumbai : આજ કાલ ઓનલાઇન સર્ફિંગનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી નવા મિત્રો બનાવી રહ્યા છે. પણ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે લોકો પોતાની એકલતા દુર કરવા  માટે ડેટિંગનો વધુ ઉપયોગ કરતા હોય છે. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. એકલતાનો ભોગ બનેલી વ્યક્તિઓમાં નકારાત્મકતા વધારે જોવા મળે છે. આ લોકોની કાર્યક્ષમતા પણ અન્ય લોકો કરતાં ઓછી જોવા મળે છે. તેનું કારણ ફોનનો અતિશય ઉપયોગ છે.


રિસર્ચમાં 269 જેટલા અંડર ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓ ડેટિંગ એપનો ઉપયોગ કરે છે
આ રિસર્ચમાં એકથી વધારે ડેટિંગ એપ્સનો ઉપયોગ કરતા 269 અંડર ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓને સામેલ કરાયા હતા. આ લોકોને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ પોતાની જાતને કેટલા એકલા અનુભવે છે અને તેમનામાં કેટલો પબ્લિક ફોબિયા રહેલો છે. રિસર્ચમાં સામે આવ્યું કે, ઘણા વિદ્યાર્થીઓએ તેમના મોબાઈલ ચેક કરવાની આદતને કારણે તેમના લેક્ચર મિસ કર્યા હતા. તો કેટલાક એવા પણ લોકો હતા જેમની નોકરી જોખમમાં મુકાઈ હતી.


લોકો મિત્રોની હાજરી હોવા છતાં પણ મોબાઇલ ફોનનો ઉપયોગ વધુ કરે છે
રિસર્ચર કેથરિન જણાવે છે કે, 'મેં ઘણા લોકોને બળજબરીપૂર્વક ઘેલા થઈને ફોનનો ઉપયોગ કરતા જોયા છે. ડિનર અને લંચ કરવા માટે બહાર ગયા હોય કે પછી મિત્રો સાથે બહાર ફરવા ગયા હોય, આ લોકો તેમના મોબાઈલને વારંવાર ચેક કરવાનું ભૂલતા નથી. લોકોને તેમના મિત્રોની હાજરી કરતાં પણ મોબાઈલ ફોન સ્વાઇપ કરવો વધુ પસંદ હોય છે. '


ડેટિંગ એપ્સના સતત ઉપયોગથી જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
આ રિસર્ચમાં સામેલ લોકો મુજબ સતત ડેટિંગ એપ્સના ઉપયોગથી તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ રિસર્ચમાં પુરવાર થયું છે કે, પબ્લિક ફોબિયા ધરાવતા લોકો ફેસ ટૂ ફેસ ડેટિંગ પાર્ટનરને મળવા કરતાં ઓનલાઇન ચેટિંગ કરીને પોતાને વધારે કોન્ફિડન્ટ સમજે છે.

આ પણ જુઓ : શ્લોકા મહેતાઃ આવો છે અંબાણી પરિવારની પુત્રવધુનો કેઝ્યુઅલ લૂક

કેથરિન જણાવે છે કે, ‘લોકોએ સમજવાની જરૂર છે કે ડેટિંગ એપ્સ જો મુશ્કેલીઓ ઊભી કરે તો આ એપ્સથી અળગા રહેવું જોઈએ. લોકોએ તેના ઉપયોગને સંપૂર્ણ બંધ ન કરવો હોય તો તેની એક સમયસીમા પણ નક્કી કરી શકે છે. તેથી વધારે પડતા ફોનના ઉપયોગને ટાળી શકાય.

health tips