તમારા લાડલા માટે ખતરનાક છે મોબાઇલ વાપરવું, WHOની ચેતવણી

31 May, 2019 07:40 PM IST  | 

તમારા લાડલા માટે ખતરનાક છે મોબાઇલ વાપરવું, WHOની ચેતવણી

મોબાઇલ સામે વિતાવે છે કલાકોના કલાકો

જો તમે પણ તમારા રડતા બાળકને ચુપ કરાવવા માટે તેના હાથમાં મોબાઇલ પકડાવી દો છો તો તમારી આ આદત તેની માટે હાનિકારક પુવાર થઇ શકે છે. આ સિવાય માતા-પિતા બાળકોને વ્યસ્ત રાખવા માટે તેમના હાથમાં ફોન પકડાવી દેતા હોય અથવા તેમને ટીવી સામે બેસાડી દેતા હોય છે. એવામાં તે ધ્યાન નથી આપતાં કે બાળક શું જોઇ રહ્યો છે અને કેટલી વારથી સ્ક્રીનની સામે છે. શહેરી જીવનશૈલીમાં બાળકોની રમત ગમત, ભાગ-દોડ ઘટતી જાય છે. બાળકો મોટા ભાગનો સમય ઘરની ચાર દીવાલોની અંદર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે જ વિતાવે છે. જેની અસર લાંબા ગાળે જોવા મળે છે.

મહેમાનોના અગમન પર બાળકોને ફોન પકડાવી દે છે વાલીઓ
બે વર્ષની રાબિયાને કાર્ટૂન જોવું ગમે છે, તે પછી કોઇ પણ ભાષામાં હોય. રાબિયાની માતા ફૌજિયા જણાવે છે કે રાબિયા હિન્દી, અંગ્રેજી અને સ્પેનિશના કાર્ટૂન જુએ છે અને તે જ ભાષામાં વાત કરવાનો પ્રયત્ન પણ કરે છે. તે દિવસમાં બેથી ત્રણ કલાક સ્ક્રીન સામે હોય છે. ફૌજિયાએ કહ્યું કે જ્યારે ઘરમાં મહેમાનો આવે છે ત્યારે તે કામમાં ખૂબ જ વ્યસ્ત હોય છે તેથી ત્યારે તે રાબિયાને ફોનમાં કાર્ટૂન લગાડી આપે છે.

બાળકોને બીજી રમતોમાં વ્યસ્ત રાખવું જોઇએ
તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તે વધુ સમય માટે રાબિયાને ફોન આપતી હતી, પણ જ્યારે તેણે જોયું કે રાબિયા ફોન વગર જમતી નથી. તો ધીમે ધીમે તેના સ્ક્રીન સમયને ઘટાડી દીધો. તે પ્રયત્ન કરે છે કે રાબિયા સ્ક્રીન કરતાં વધુ સમય પ્લેગ્રાઉન્ડમાં પસાર કરે. તેનું કહેવું છે કે આજના સમયમાં બાળકોને સંપૂર્ણપણે મોબાઇલથી દૂર કરી શકવું મુશ્કેલ છે. પણ જો બાળકોને ફોનથી દૂર રાખવું હોય તો તેની માટે પેરેન્ટ્સે બાળકોને અન્ય રમતોમાં વ્યસ્ત રાખવા પડશે.

WHOની ચેતવણી
વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશને તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં 5 વર્ષથી નાની ઉંમરના બાળકોનું સ્ક્રીન ટાઇમ નક્કી કરવામાં આવ્યું છે. અત્યાર સુધી લોકોનું માત્ર માનવું હતું કે સ્ક્રીન સામે વધુ સમય પસાર કરવાથી આંખો ખરાબ થાય છે પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનની આ રિપોર્ટ પ્રમાણે, તેના પરિણામ ખૂબ જ હાનિકારક છે. 5 વર્ષથી નાની ઉંમરના બાળકોને નક્કી કરાયેલ સમય કરતાં વધુ સમય સુધી સ્ક્રીન સામે રાખવાથી શારીરિક અને માનસિક વિકાસ પર સીધું અસર પડે છે. આ રિપોર્ટ દ્વારા WHOએ માતા પિતા અથવા અભિભાવકને બાળકોને મોબાઇલ ફોન, ટીવી સ્ક્રીન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રાખવાની સલાહ આપી છે

શું કહે છે WHOની બાળકો માટેની ગાઇડ લાઇન્સ

1 વર્ષથી નાના બાળકો માટે
એક વર્ષથી નાના બાળકો માટે ઝીરો સ્ક્રીન ટાઇમ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે તેમને બિલકુલ પણ સ્ક્રીનની સામે રાખવાના નથી. આ સિવાય તેમને અડધો કલાક દિવસમાં પેટના બળે લેટાવવું જોઇએ. જમીન પર જુદી જુદી રીતની રમત રમાડવી પણ બાળકના શારીરિક વિકાસ માટે યોગ્ય છે.

એકથી બે વર્ષના બાળક માટે
આ ઉંમરમાં બાળકોના આખા દિવસનું સ્ક્રીન ટાઇમ 1 કલાકથી વધુ ન હોવો જોઇએ. સાથે જ 3 કલાક ફિઝિકલ એક્ટિવિટિ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. આ ઉંમરમાં બાળકોને સ્ટોરી, વાર્તા કે કથા સંભળાવવી તેમના માનસિક વિકાસ માટે ફાયદાકારક પુરવાર થશે.

આ પણ વાંચો : જરા અપને દિલ કા ભી ખયાલ રખો

3થી 4 વર્ષના બાળક માટે
ત્રણથી ચાર વર્ષની ઉંમરના બાળકો માટે પણ દિવસમાં વધુમાં વધુ એક કલાક નિર્ધારિત કરવામાં આવ્યો છે. પણ તેમને 2થી3 વર્ષના બાળકોની તુલનામાં વધુ ફિઝિકલ એક્ટિવિટીની સલાહ આપવામાં આવી છે.

health tips world health organization tech news technology news