ફક્ત 7 દિવસમાં મેળવો સનટેનથી છૂટકારો, આ છે ઘરગથ્થૂ ઉપાયો

23 July, 2019 06:47 AM IST  |  મુંબઈ ડેસ્ક

ફક્ત 7 દિવસમાં મેળવો સનટેનથી છૂટકારો, આ છે ઘરગથ્થૂ ઉપાયો

સનટેનને કારણે ત્વચા બે જુદાં રંગોમાં ફેરવાતી જોવા મળે છે

સામાન્ય રીતે ઉનાળામાં સ્કિન ટેન થવાની ફરિયાદ થતી હોય છે. ત્યાર બાદ આ સનટેનિંગની પ્રૉબ્લેમ સામાન્ય હોય છે પણ તેને દૂર કરવા માટે મોટાભાગે લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે પણ આજે અમે સનટેન દૂર કરવા માટે ઘરગથ્થૂ ઉપાયો વિશે જણાવશું.

સનટેનિંગ એટલે કે સ્કિનનો કલર ડાર્ક થઇ જવો. આનું કારણ છે સતત તડકામાં રહેવું. ઘણીવાર બીચ કે હિલ સ્ટેશનથી પાછા આવ્યા પછી લોકોને સનટેનિંગની ફરિયાદ હોય છે. જેનાથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ બેસ્ટ માનવામાં આવે છે, પણ કેટલાક ઘરગથ્થૂ ઉપાય પણ છે જેના માત્ર થોડાંક દિવસોના ઉપયોગતી જ સનટેનિંગની પ્રૉબ્લેમથી છૂટકારો પામી શકાય છે. જાણીએ આ વિશે વધુ.

ચણાના લોટનો ઉપયોગ કરવો
સૉફ્ટ, ગ્લોઇંગ સ્કિન અને સનટેનિંગથી છૂટકારો મેળવવા માટે ચણાના લોટથી બનેલા ફેસપેકનો ઉપયોગ કરવો. આ ફેસપેકને બનાવવા માટે બેસનમાં લીંબૂનો રસ, ચપટીએક હળદર, અને દહીં કે દૂધ જે ઉપલબ્ધ હોય તે મિક્સ કરવું. આ પેસ્ટને ચહેરા પર લગાડવી અને થોડું સૂકાયા બાદ ધોઇ લેવું. સ્ક્રબ કરતાં કરતાં ચહેરો ધોવાથી ડેડ સ્કિન પણ નીકળી જાય છે.

મુલ્તાની માટીનો ઉપયોગ
સનટેનિંગને દૂર કરવામાં મુલ્તાની માટી પણ ખૂબ જ અસરદાર છે. જેનો ઉપયોગ ઘણા સમય પહેલાથી કરવામાં આવે છે. તેની માટે ફક્ત મુલ્તાની માટી, બટાટાનો રસ અને ગુલાબ જળને મિક્સ કરવું અને આ પેસ્ટ ચહેરા પર લગાડવી. સૂકાયા પછી પાણીથી ધોઇ લેવું.

આ પણ વાંચો : ગ્રાઉન્ડ પર ફુટબોલ રમતાં દેખાયા રણબીર-અર્જુન, એક્ટર્સનું જોવા મળ્યું બોન્ડિંગ

બદામ કરશે સનટેનને દૂર કરવામાં બને છે મદદરૂપ
સનટેન દૂર કરવા માટે તમે બદામનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે બદામને આખી રાત પલાળી રાખવા. સવારે તેના છાલ ઉતારીને સરસ રીતે પીસી લેવું અને દૂધમાં મિક્સ કરી સ્મૂધ પેસ્ટ બનાવવી. હવે આ પેસ્ટને પોતાની સ્કિન પર લગાડી 20 મિનિટ સુધી રહેવા દેવી. બે - ત્રણ દિવસના ઉપયોગથી સનટેન દૂર થઈ જાય છે.

health tips