Hair Care Tips: હેર ફૉલની પ્રૉબ્લેમમાં રામબાણ ઘરગથ્થુ નુસ્ખો

03 August, 2019 07:58 PM IST  |  મુંબઈ ડેસ્ક

Hair Care Tips: હેર ફૉલની પ્રૉબ્લેમમાં રામબાણ ઘરગથ્થુ નુસ્ખો

વાળ ઉતરવાની સમસ્યા

આજના સમયમાં મજબૂત, સુંદર અને સરસ વાળ હોવા ખૂબ જ ચેલેન્જિંગ છે. અનિયમિત ખોરાક, લાઇફસ્ટાઇલ, અને વધતું જતું સ્ટ્રેસ તેમજ પ્રદૂષણ હેરફૉલ સમસ્યા વધારવા માટે પૂરતાં છે. આ સમસ્યાથી લડવા માટે મહિલાઓ ઘરગથ્થુ ઉપાયો કરે છે, તો કેટલીક મોંઘા હેર સ્પા લે છે અને કૉસ્મેટિક પ્રૉડક્ટ્સનો ઉપયોગ કરે છે. પણ કેટલીય વાર કેટલા બધાં ઉપાયો કરવા છતાં કોઇ જ પરિણામ આવતું નથી. તેથી જ તમારી માટે ઉપલબ્ધ છે એવો ઉપાય જે ખરેખર છે અસરકારક. જેની ઉપયોગથી એક મહિનાની અંદર હેર ફૉલ ઘટી જશે. હકીકતે આ એક એવું હેર પેક છે, જેમાં નૈસર્ગિક તત્વોનો ઉપયોગ થાય છે, જે વાળને અંદરથી પોષણ આપે છે. તો જાણો ઉપયોગ કરવાની રીત અને સામગ્રી.

મધ, જૈતૂન તેલ અને દાલચીનીના હેરપૅકનો કરો ઉપયોગ
જો વાળ સતત ઉતરતા હોય તો તમે જૈતૂનનું તેલ, મધ અને દાલચીની મિક્સ કરીને તેનું હેર પૅક બનાવી શકો છો. આ ત્રણે વસ્તુઓ વાળને કુદરતી રીતે પોષણ આપે છે અને અંદરથી મજબૂત બનાવે છે.

આ તત્વોથી બનાવેલ હેર પૅક વાળની તમામ સમસ્યાઓ જેમ કે હેરફૉલ, ડેન્ડ્રફ, ફ્રિઝી વાળ અને ડ્રાય સ્કૅલ્પ વગેરે સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદરૂપ બને છે. આ હેરપૅકના નિયમિત ઉપયોગથી હેરફૉલ અટકાવવામાં મદદ મળે છે. અને વાળ પણ સૉફ્ટ અને સિલ્કી દેખાય છે.

આ પણ વાંચો : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

આ રીતે બનાવો જૈતૂન તેલ, મધ અને દાલચીનીનો ઉપયોગ કરીને હેર પૅક
આ હેર પૅક બનાવવા માટે સૌથી પહેલા ચાર ચમચી જૈતૂનનું તેલ ગરમ કરવું. પછી તેમાં એક ચમચી મધ અને એક ચમચી દાલચીની પાઉડર મિક્સ કરી હેરપૅક તૈયાર કરવું. આ પૅક વાળમાં 15 મિનિટ સુધી લગાવી રાખવો. ત્યાર બાદ વાળને શાવર કેપથી ઢાંકી દેવા, જેનાખી વાળને અંદરથી પોષણ આપી શકાય. ત્યાર પછી વાળને પાણીથી ધોઈ લેવા.

health tips