વજન ઘટાડવું છે? તો હૉરર મૂવી જોવા બેસી જાઓ

25 September, 2019 03:37 PM IST  |  મુંબઈ

વજન ઘટાડવું છે? તો હૉરર મૂવી જોવા બેસી જાઓ

પ્રતીકાત્મક તસવીર

હૉરર મૂવી જોતાં-જોતાં ડરી ગયેલા, હવે ફરી કદી પણ હૉરર મૂવી ન જોવાના સમ ખાનારા અને ફિલ્મ જોઈને લાગેલી બીકને કારણે ફિલ્મ જોવા બદલ પસ્તાનારા લોકો માટે એક સારા સમાચાર છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હૉરર મૂવી જોવું વજન ઘટાડવા માટે ઉપયોગી નીવડી શકે છે. યુનિવર્સિટી ઑફ વેસ્ટમિન્સ્ટરના સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે ૯૦ મિનિટની ડરામણી ફિલ્મ ૧૧૩ જેટલી કૅલરી બર્ન કરી શકે છે, જે ૩૦ મિનિટ ચાલવાની કસરત કરવા બરાબર છે. યુનિવર્સિટીના ડૉક્ટર રિચર્ડ મેકેન્ઝીના જણાવ્યા પ્રમાણે, ‘પરીક્ષણ કરાયેલી તમામ ૧૦ ફિલ્મો સર્વેમાં ભાગ લેનારા સહભાગીઓના હૃદયના ધબકારા વધારી દેનારી હતી. વાસ્તવમાં ફિલ્મ જેટલી વધુ ડરામણી હોય એટલી એ કૅલરી બર્ન કરવા માટે વધુ મદદરૂપ થાય છે.’

આ પણ વાંચો : જ્યારે પ્રેગ્નન્સીમાં બ્લડ-પ્રેશર વધી જાય

૧૯૮૦માં રિલિઝ થયેલી હૉલિવુડ ફિલ્મ ‘ધ શાઇનિંગ’ કૅલરી બર્ન કરવાની દૃષ્ટિએ (૧૮૪ કૅલરી બર્ન) સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ હતી. તો ‘જૉઝ’ ૧૬૧ કૅલરી બર્ન સાથે બીજા ક્રમે રહી હતી. ત્યાર બાદના ક્રમે આવનારી ફિલ્મો આ પ્રમાણે છેઃ ‘ધ એક્ઝૉર્સિસ્ટ’, ‘એલિયન’, ‘સો’, ‘અ નાઇટમેર ઑન એમ સ્ટ્રીટ’, ‘પેરાનૉર્મલ ઍક્ટિવિટી’, ‘ધ બ્લેઇર વિચ પ્રોજેક્ટ’.

જોકે ફિલ્મ જોતી વખતે જન્ક ફૂડ ન ખાવું એ પૂર્વશરત છે.

health tips