અટકાવા છે હ્રદય સંબંધિત રોગ, રોજ બર્ન કરો 300 કેલરી

15 July, 2019 07:43 PM IST  | 

અટકાવા છે હ્રદય સંબંધિત રોગ, રોજ બર્ન કરો 300 કેલરી

પ્રતીકાત્મક તસવીર

કેટલાક લોકો પોતાની હેલ્થને લઈને એકદમ ચોક્કસ હોય છે જ્યારે કેટલાક લોકો પોતાના હેલ્થનું સહેજ પણ ધ્યાન રાખતા નથી . પોતાની હેલ્થનું ધ્યાન રાખવાના કારણે લોકોના વજન દિવસે દિવસે વધતું જાય છે અને તેમની પર હ્રદય રોગનું જોખમ તોળાતું જાય છે. પરંતુ હ્રદયનું ધ્યાન રાખવું એટલું પણ મુશ્કેલ નથી. રોજના આ સરળ સ્ટેપથી તમે તમારા હ્રદયને સ્વસ્થ રાખી શકો છો. માત્ર હ્રદય જ નહી તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો.

હાલમાં જ ઈંગ્લેન્ડની એક જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુંસાર રોજ થોડી કેલેરી બર્ન કરવાથી ડાયાબિટીઝ અને હ્રદયને લગતી બિમારીઓનું જોખમ ઓછુ થતું જાય છે. 'ધ લેન્સેટ અને એન્ડોક્રિનોલોજી' ના અભ્યાસ અનુસાર દરરોજ 300 કેલેરી બર્ન કરવાથી તમે હ્રદય રોગ, ડાયાબિટીઝ જેવા ગંભીર રોગોને પોતાનાથી દૂર રાખી શકો છો.

આ પણ વાંચો: જ્યારે ઈલેક્ટ્રીક ગેઝેટ્સના કારણે બચ્યો જીવ

'ધ લેન્સેટ અને એન્ડોક્રિનોલોજી' દ્વારા કરાયેલા અભ્યાસમાં અનેક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના પર પ્રથમ એક મહિનાનાં પ્રયોગમાં નવાં ડાયટ પ્રમાણે ત્રણ ટાઇમનું ભોજન આપવામાં આવતું હતું. આ ભોજન તેમની કેલરીનો 1/4 ભાગ બર્ન કરતું હતું. આ પ્રયોગમાં સામેલ લોકોને 2 વર્ષ માટે નવાં ડાયટ પ્લાન સાથે 25% કેલરી ઘટાડવાનું કહેવામાં આવ્યું હતું. જેમાંથી 12% લોકો કેલરીને ઘટાડવામાં સફળ રહ્યાં હતાં. આ સિવાય આ લોકોના વજનમાં 10%નો ઘટાડો પણ જોવા મળ્યો હતો. તેમાંથી 75% ભાગ ચરબી હતી. બે વર્ષ બાદ આ લોકોનાં શરીરમાં રહેલાં એવાં સિમટન્સનો ઘટાડો આવ્યો હતો, જે હૃદયને લગતી બીમારી અને કેન્સર માટે જવાબદાર ગણાતા હોય છે.

health tips heart attack gujarati mid-day