પ્લાસ્ટિકને જગ્યાએ આ ત્રણ ધાતુમાં પીશો પાણી તો સ્વાસ્થય સારું રહેશે

10 August, 2019 02:58 PM IST  |  મુંબઈ ડેસ્ક

પ્લાસ્ટિકને જગ્યાએ આ ત્રણ ધાતુમાં પીશો પાણી તો સ્વાસ્થય સારું રહેશે

આ વાસણોમાં પીઓ પાણી

પાણી શરીર માટે કેટલું જરૂરી છે તેની જાણ તો બધાને છે જ પણ કયા વાસણમાં પાણી પીવું જોઇએ? આ વાતની માહિતી ખૂબ જ ઓછા લોકોને હોય છે. સામાન્ય રીતે બધાં ઘરોમાં પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીએ છે અને તે જ વાસણમાં પાણી ભરી રાખે છે. અહીં સુધી કે ઑફિસમાં પણ પાણી પીએ છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવું જોઈએ કે કોઇ અન્ય વાસણથી? કયા વાસણમાં પાણી પીવું હેલ્થ માટે યોગ્ય છે અને શેમાંથી નહીં? જે નથી જાણતાં તેમની માટે ખાસ આ વિશે ચર્ચા કરીશું.

માટી

માટી પ્રકૃતિની ભેટ છે અને આ જ કારણ છે કે માટીમાં પાણી પ્રાકૃતિક રૂપે પાણી ઠંડુ રહે છે. જો કે લગભગ બધાંના ઘરે પાણીનું માટલું તો લગભગ હોય જ છે. માટલામાં રહેલા માટીના ગુણ પાણીની અશુદ્ધિઓ દૂર કરે છે. માટલામાં રાખેલું પાણી પીવાથી ગેસ, એસિડિટી, કબ્ઝ જેવી બીમારીઓથી પણ બચી શકાય છે. આ કારણ છે કે માટલામાં રાખેલું પાણી શરીર માટે યોગ્ય હોય છે. પણ એક વાતનું ધ્ચાન રાખવું જોઈએ કે માટીના વાસણ ચોખ્ખાં હોવા જોઇએ અને તેની ક્વૉલિટી પણ સારી હોવી જોઇએ.

તાંબુ

તાંબાના વાસણમાંથી પાણી પીવું પણ શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે. શરીરમાં રહેલા યૂરિક એસિડની માત્રા તાંબાના પાણીથી દૂર થઈ શકે છે. પાણીના સેવનથી અર્થરાઇટિસ અને સાંધામાં દુઃખાવાથી પણ રાહત મળે છે, બ્લડ પ્રેશર અને એનીમિયા જેવી બીમારીઓ થાય ત્યારે પણ તાંબાના વાસણમાં રાતે પાણી ભરીને તે જ પાણી સવારે પીવાની સલાહ આપવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયા દૂર કરવામાં પણ મદદ મળે છે. થાઇરોઇડ ગ્લેન્ડને સુરક્ષિત રાખે છે તો સાથે જ તમારા મગજને પણ ઉત્તેજિત કરે છે. તમારી ત્વચા માટે પણ તાંબાનું પાણી ફાયદાકારક છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી પાચન ક્રિયા યોગ્ય રહે છે. તમારા શરીરની લોહીની ઉણપને પણ દૂર કરવામાં મદદ કરે છે.

કાંચ

પ્લાસ્ટિકની તુલનામાં કાંચ સારું માનવામાં આવે છે. કાંચના ગ્લાસ કે બોટલ બનાવવામાં કેમિકલનો ઉપયોગ થતો નથી, આ જ કારણ છે કે કાંચના વાસણમાં રાખેલા પદાર્થ સુરક્ષિત રહે છે. જેમાં કોઇપણ પ્રકારના બીપીએ કે કેમિકલ ફેરફાર થતાં નથી, જે તમારા શરીર માટે સારું છે. તે તમારા શરીરને કેન્સર જેવી બીમારીથી લડવામાં પણ મદદ કરે છે. પણ કેટલાક કાંચના વાસણ કલર કરેલા મળે છે જે હેલ્થ માટે હેનિકારક હોઇ શકે છે. કલર કરેલા કાંચના વાસણમાં કેમિકલનો ઉપયોગ કરેલો હોય છે જે ધીમે ધીમે પાણી સાથે રિએક્ટ કરે છે જે શરીર માટે નુકસાનકારક નીવડી શકે છે.

પ્લાસ્ટિક

પ્લાસ્ટિકની બોટલ પણ આ જ ક્રમમાં આવે છે. પાણી પીવામાં એટલી ઉતાવળ કરીએ છીએ કે આપણે ભૂલી જઇએ છીએ કે જે પ્લાસ્ટિકની બોટલમાંથી આપણે પાણી પીએ છીએ તે આપણા સ્વાસ્થય માટે કેટલી હાનિકારક હોઇ શકે છે. પ્લાસ્ટિકની બોટલમાં પીઈટી પદાર્થ હોય છે જે શરીરના હોર્મોન અસંતુલિત કરે છે. પ્લાસ્ટિકની બોટલમાં એક દિવસથી વધારે રાખેલું પાણી શરીરને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે સામાન્ય પ્લાસ્ટિકની બોટલમાં એક પ્રકારના ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ હોય છે જે શરીર માટે સારું નથી. લાંબા સમય સુધી બોટલમાં રાખેલું પાણી પીવાથી આંતરડા અને લિવરને પણ ખતરો રહે છે.

આ પણ વાંચો : Ruchi Bhanushali: જાણો એ સિંગર વિશે જેના અવાજથી પડે છે લોકોની સવાર

તો હવે તમે જ્યારે પણ પાણી પીઓ તો આ બાબતોનું અવશ્ય ઘ્યાન રાખવું. શક્ય છે કે તમે જે વાસણમાં પાણી પીતાં હોવ તેનાથી તમારા શરીરને નુકસાન થતું હોય અને તમને ખ્યાલ પણ ન હોય. તમારી એક નાનકડી સાવચેતી તમારા શરીરને હેલ્ધી રાખી શકે છે કે પછી હેલ્થને બગડતા અટકાવી શકે છે.

health tips