માનવી સમાન ગંધ ધરાવતી વ્યક્તિને જ પાર્ટનર તરીકે પસંદ કરે છે

12 July, 2019 10:22 AM IST  |  મુંબઈ ડેસ્ક

માનવી સમાન ગંધ ધરાવતી વ્યક્તિને જ પાર્ટનર તરીકે પસંદ કરે છે

પ્રતીકાત્મક તસવીર

હેલ્થ બુલેટિન

માનવીની ગંધ આપણી પાર્ટનરની પસંદગીને પ્રભાવિત કરે છે અને આપણે એવા જ લોકોને પસંદ કરીએ છીએ જે કુદરતી રીતે આપણા જેવી જ ગંધ ધરાવતા હોય. સંશોધકોએ ૩૦ સ્કૉટિશ દંપતીઓની શરીરની ગંધનાં સૅમ્પલ મેળવ્યાં હતાં. ત્યાર બાદ તેમણે પ્રત્યેક દંપતીની ગંધનાં સૅમ્પલ્સ સૂંઘવા માટે તથા એમાં રહેલી સમાનતાઓ જાણવા માટે વૉલન્ટિયર્સ રોક્યા હતા. અનિશ્ચિત પેરિંગ કરતાં દંપતીઓની ગંધ કુદરતીપણે સમાન જણાઈ હતી. જોકે સમાન ગંધ ધરાવતાં ડિઓડરન્ટ્સના ઉપયોગનો કોઈ પ્રભાવ જોવા મળ્યો નહોતો. મહિલાઓથી અલગ, પુરુષો તેમના જેવી ગંધ ધરાવનારા પાર્ટનર્સ સાથે વધુ ખુશ હતા. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી ઑફ ન્યુ કાસલનાં બિહેવ્યરલ ઇવલ્યુશન એક્સપર્ટ કેરોલિન એલને સ્કૉટલૅન્ડનાં એવાં ૩૦ દંપતીનાં શરીરની ગંધનાં સૅમ્પલ્સ મેળવ્યાં હતાં જેઓ ઓછામાં ઓછા છ મહિનાથી પ્રેમસંબંધ ધરાવતાં હતાં.

શરીરની ગંધ વિશે આપણે શું જાણીએ છીએ?

માનવી સહિતનાં તમામ પ્રાણીઓ એક ચોક્કસ ગંધ ધરાવે છે. આપણી ગંધ મોટા ભાગે જિનેટિક્સથી પ્રભાવિત હોય છે, પરંતુ બીમારી અને શારીરિક સ્થિતિના આધારે એમાં ફેરફાર થઈ શકે છે. ગરમ આબોહવા, કસરત અને દવા પણ શરીરની ગંધમાં ફેરફાર લાવી શકે છે. માનવ ગંધે આપણા પૂર્વજો માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હોઈ શકે છે.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

અગાઉનું સંશોધન સૂચવતું હતું કે આપણે આપણાથી અલગ ગંધ ધરાવનારા લોકો પ્રત્યે વધુ આકર્ષિત થઈએ છીએ, પણ નવો અભ્યાસ અલગ ચિત્ર રજૂ કરે છે. એ જ રીતે પરંપરાગત વિચારથી અલગ, સ્ત્રીઓ કરતાં પુરુષો માટે ગંધ વધુ મહત્ત્વની જણાય છે.

health tips