સર્જરી કર્યા પછી ડૉક્ટર ટ્રિગર દબાવશે ને ઘા ભરાઈ જશે

07 August, 2019 11:42 AM IST  |  મુંબઈ ડેસ્ક

સર્જરી કર્યા પછી ડૉક્ટર ટ્રિગર દબાવશે ને ઘા ભરાઈ જશે

ગ્લુગનથી રુઝાશે ઘા

હેલ્થ બુલેટિન

મોટી શસ્ત્રક્રિયા બાદ હવે ટાંકા લેવાની જરૂર નહીં પડે એવા ગ્લુ (ગુંદર)ની શોધ થઈ ગઈ છે. બંદૂક આકારના આ ઉપકરણ (ગન ગ્લુ)માંથી ઘાવ પર ગરમ ગ્લુ લગાવવાથી ટાંકા લેવાની જરૂર નહીં પડે તેમ જ ચેપ લાગવાની શક્યતા નહીંવત્ છે એમ સંશોધનકર્તાઓનું કહેવું છે. ઘાવ મટ્યાના થોડા જ અઠવાડિયામાં ગ્લુ આપમેળે ઓગળી જશે.

વર્ષો સુધી શસ્ત્રક્રિયા બાદ સોય અને જંતુરહિત દોરા વડે ટાંકા લેવામાં આવતા હતા. નાનામોટા ઘાવથી લઈને ઓપન હાર્ટ સર્જરી સુધીની તમામ તબીબી સારવારમાં આ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. છેલ્લાં થોડાં વર્ષોથી મેટલ સ્ટેપલ ટેક્નિકનો વ્યાપ વધ્યો છે. ખાસ કરીને ની-રિપ્લેસમેન્ટ અને હિપ સર્જરી બાદ સ્ટેપલ વડે ટાંકા લેવામાં આવે છે. જોકે આ બન્ને પદ્ધતિમાં ચેપ લાગવાનું જોખમ રહેલું છે. ગન ગ્લુના ઉપયોગથી આ સમસ્યા દૂર થઈ જશે.

જો-જો અતડા રહેશો તો ડેટિંગ ઍપનો ચસકો લાગી જશે

નવા-નવા લોકોને મળવાથી ગભરાતા અને અતડા રહેતા સિંગલ્સમાં ડેટિંગ ઍપનો ચસકો લાગવાની શક્યતા વધુ છે એવું એક અભ્યાસમાં શોધી કાઢવામાં આવ્યું છે. વારંવાર ડેટિંગ ઍપમાં ડોકાવાથી વ્યક્તિના સામાજિક જીવન અને કામકાજ પર પણ ઘેરી અસર પડે છે.

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં ઓછામાં ઓછી એક ડેટિંગ ઍપ્લિકેશન વાપરતા અને એકલા રહેતા ૨૬૯ વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં આવી હતી. નવા લોકોને રૂબરૂ મળવામાં નવર્સ ફીલ કરતા હોય એવા તેમ જ એકલતાનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ ડેટિંગ ઍપનો વધુ ઉપયોગ કરે છે એવું તારણ નીકળ્યું હતું. આવા લોકોને પોતાના ફોન પ્રત્યે પણ બહુ લગાવ જોવા મળે છે. કલાકોના કલાકો સુધી તેઓ એમાં જ પડ્યા રહેતા હોવાથી તેમના કામકાજ અને દૈનિક જીવન પર અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

health tips