આવે છે દિવસમાં વારં વાર ઝોકા તો સાવધાન, હોઈ શકે અલ્ઝાઈમર્સ

19 August, 2019 09:15 PM IST  | 

આવે છે દિવસમાં વારં વાર ઝોકા તો સાવધાન, હોઈ શકે અલ્ઝાઈમર્સ

સામાન્ય રીતે દિવસમાં ક્યારેક થોડીવાર માટે ઝોકું ખાઈ લેવું સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. પણ જો દિવસ દરમિયાન વધુ પડતાં ઝોકાં આવી રહ્યા હોય તો તમારે સાવધાન થવાની જરૂર છે. દિવસમાં સતત આવતા જોકા તમારી માટે ભૂલવાની બીમારી એટલે કે અલ્ઝાઈમર્સ ડિસીઝનું ચિહ્ન હોઈ શકે છે. જો દિવસમાં કામ કરતાં કરતાં પણ તમને હંમેશાં ઝોકાં આવતા ભવિષ્યમાં તમને અલ્ઝાઈમર્સ ડિસીઝ થઈ શકે છે.

હાલમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે, જો વધારે પડતી ઊંઘ આવતી હોય તો અલ્ઝાઈમરની બીમારી થવાનું જોખમ વધારે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રકાશિત કારયેલા આ રિસર્ચમાં સંશોધકોએ અલ્ઝાઈમરથી પીડિત 13 મૃત લોકોના મગજમાં અનિદ્રા સાથે જોડાયેલા ભાગોમાં અલ્ઝાઈમરની બીમારીનાં લક્ષણો તપાસ્યાં અને બાદમાં તેમની તુલના એવા 7 લોકો સાથે કરવામાં આવી જેમનામાં અલ્ઝાઈમરનાં લક્ષણો નહોતાં. આ સંશોધકો અનુસાર, અલ્ઝાઈમરની બીમારીમાં મગજનો એ ભાગ કમજોર થઈ જાય છે જે તમને દિવસ દરમિયાન જાગ્રત રાખે છે. એટલે જ દિવસ દરમિયાન ગમે ત્યારે ઝોકાં આવવા લાગે છે.

આ પણ વાંચો: આ 33 પોપ્યુલર એન્ડ્રોઈડ એપ્સ સ્માર્ટ ફોન માટે છે ખતરનાક, તાત્કાલિક કરો ડિલીટ

આ રિસર્ચમાં જોવા મળ્યું કે, દિવસમાં આપણે જાગૃત રાખનારા મગજના તે હિસ્સા તાઉ (Tau)નામના પ્રોટીનથી ક્ષતિગ્રસ્ત થાય છે. તેનાથી સાબિત થાય છે કે, એમાલોઈડ પ્રોટીનની જગ્યાએ તાઉ પ્રોટીન અલ્ઝાઈમરની બીમારીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે કે અનિદ્રાને જન્મ આપનાર મગજના તે હિસ્સાને તાઉ પ્રોટીનના કારણે નુકસાન થાય છે.

health tips gujarati mid-day