એક્સપ્લેનરઃ જાણો Covid-19ના કપ્પા અને લેમ્બડા વેરિયન્ટ શું છે? તમારે ચિંતા કરવાની જરૂર છે ખરી?

23 July, 2021 05:49 PM IST  |  Mumbai | Ankita Mishra

બી.1.167.1 તરીકે ઓળખાતા કપ્પા વેરિઅન્ટની ઓળખ ભારતમાં ડિસેમ્બર 2020 માં પ્રથમ વખત કરવામાં આવી હતી. તે જેનેટિકલી સાર્સ-કોવી -2 ફાયલોજેનેટિક ટ્રીમાં ડેલ્ટા વેરિઅન્ટની નજીક છે

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાનમાં કોવિડ -19 ના કપ્પા વેરિઅન્ટના અગિયાર કેસો મળી આવ્યા છે, એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રઘુ શર્માએ મંગળવારે જણાવ્યું હતું. ગયા અઠવાડિયે એક પ્રેસ બ્રીફિંગને સંબોધન કર્યું. નીતિ આયોગના, મેમ્બર-હેલ્થ, ડૉ. વી.કે.પૉલે કહ્યું હતું કે કોવિડ -19 નો કપ્પા વેરિએન્ટ એક રસપ્રદ વાઇરસ છે અને દેશમાં અગાઉ આ કેસ નોંધાયા હોવાના કારણે તે તદ્દન નવો વેરિયન્ટ છે તેમ ન કહી શકાય. 

ડૉ. પૉલે ઉમેર્યું કે, "કોરોનાવાયરસનો લેમ્બડા વેરિઅન્ટ રસનો વિષય છે. આપણે આવા વેરિયન્ટથી સાચવવું જોઇએ. હમણાં સુધી, ભારતમાં આ વેરિએન્ટની ઓળખ થઈ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી," તેમ ડૉ. પૉલે દર અઠવાડિયે તથી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. જૂન 14 ના રોજ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને લેમ્બડા વેરિઅન્ટની ઓળખ કરી જે પહેલાં સાયન્ટિફિક નામ સી.37 અને સાતમો અને સૌથી નવા પ્રકારનો વેરિયન્ટ ગણાતો હતો.

કપ્પા અને લેમ્બડા વેરિયન્ટ શું છે?
બી.1.167.1 તરીકે ઓળખાતા કપ્પા વેરિઅન્ટની ઓળખ ભારતમાં ડિસેમ્બર 2020 માં પ્રથમ વખત કરવામાં આવી હતી. તે જેનેટિકલી સાર્સ-કોવી -2 ફાયલોજેનેટિક ટ્રીમાં ડેલ્ટા વેરિઅન્ટની નજીક છે, તેમ પીડી હિન્દુજા હોસ્પિટલ અને એમઆરસીના કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ ડો. લાન્સલોટ પિન્ટોનું કહેવું છે.

કોરોનાવાયરસનો કપ્પા વેરિયન્ટ ઘણાં લાંબા સમયથી છે. પરંતુ, તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા તેને સ્વીકૃતિ મળી છે. તે કોરોનાવાયરસનો ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન છે જે બે વાયરલ E484Q મ્યુટેશન અને L452R મ્યુટેશનપ્રકારોથી બનેલો છે જે  છે. E484Q મ્યુટેશન એ ચિંતાના વિવિધ પ્રકારોમાં ઓળખાતા E484K મ્યુટેશન જેવું જ છે. તેનો ઉદ્દભવ બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તે દરમિયાન, L452R મ્યુટેશન કેલિફોર્નિયામાં ઉદ્ભવ્યું અને તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને કુદરતી જે રક્ષણ મળતું હોય તે દૂર કરી દે છે. ડબ્લ્યુએચઓએ કપ્પાને "વેરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ" ગણાવ્યો છે. વિવિધ સંશોધન અનુસાર, આ ચેપ કુદરતી ચેપ દ્વારા પેદા થતી રસી અને રોગપ્રતિકારક શક્તિ બંનેની અસરકારકતા ઘટાડે છે. આ વેરિયન્ટથી ચાઠાં, તીવ્ર તાવ, વહેતું નાક અને આંખમાંથી પાણી નીકળવા જેવા લક્ષણો શરીરમાં પેદા થઇ શકે છે તેમ ડો.બીપીન જીભકટેએ જણાવ્યું જેઓ વોકહાર્ટ હૉસ્પિટલમાં કન્સલટન્ટ ક્રિટિકલ કેર મેડિસિન અને આઇસીયુના ડિરેક્ટર છે.

ડબલ્યુએચઓએ લેમ્બડા વેરિયન્ટને પણ વેરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ ગણાવ્યો છે. તે પેરુમાં ઓરિજીનેટ થયો અને તે 30થી વધુ દેશોમાં જોવા મળ્યો છે અને મોટેભાગે દક્ષિણ અમેરિકામાં તેનો ફેલાવો દેખાયો છે. આ વેરિયન્ટના કેસિઝ ભારતમાં નથી દેખાયા. લેમ્બડા વેરિયન્ટ તાજેતરમાં જ ડેટક્ટ થયો છે એટલે એવા કોઇ પુરાવા નથી કે તે કેટલો આકરો છે અને વિવિધ સારવારને તે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે.

શું આ વેરિયન્ટ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી અલગ છે?
ડૉ. જીભકટેએ જણાવ્યું કે ડેલ્ટા વેરિયન્ટ ભારે ચિંતાજનક છે અને તે સાર્સ - કોવ - 2 વાઇરસ સ્ટ્રેનનો બહુ જ ચેપી વેરિયન્ટ છે. તે ભારતમાં સૌથી પહેલાં ડિટેક્ટ થયો હતો. ડેલ્ટા એ વાઇરસના  B.1.617.2 મ્યુટન્ટનું નામ છે. તે ભારત અને ગ્રેટ બ્રિટનમાં વધુ પ્રભાવી વાઇરસ સ્ટ્રેન બની રહ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટનો જ એક ભાગ છે. તે પણ ભારતમાં મળી આવ્યો છે. તે પહેલાં મહારાષ્ટ્રમાં દેખાયો હતો અને ઘણાં કોવિડ-19 સંક્રમણ માટે તે કારણભૂત હતો.ડેલ્ટા પ્લસ વેરિયન્ટને કારણે પેટમાં દુખાવો, ઉલટી, ભૂખ મરી જવા અને નોશિયા જેવા લક્ષણો જોવા મળે છે અને જો તેની અસર આકરી હોય તો સાંધામાં દુખાવો અને સાંભળવાની શક્તિ પણ ક્ષિણ થઇ જાય છે.
નવા વેરિયન્ટ એટલે કે કપ્પા અને લેમ્બડા બંન્ને ડેલ્ટા અને ડેલ્ટા પ્લસથી અલગ છે અને તે બીજા સ્ટ્રેન કરતા ગંભીર છે કે નહીં તે હજી નક્કી નથી થઇ શક્યું. 

શું આ વેરિયન્ટ અંગે ચિંતિત થવું જોઇએ?
ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ફેલાવો વધ્યો છે અને તે ફેફસાંના કોષના રિસેપ્ટર્સને વધુ મજબુતાઇથી વળગે છે, મોનોક્લોનલ એન્ટિબોડી રિસ્પોન્સ પણ ઘટાડે છે અને તે બહુ જ ચેપી છે તથા પહેલાનાંના સ્ટ્રેન્સ કરતાં વધુ હૉસ્પિટલાઇઝેશન આ વેરિયન્ટને કારણે થયા છે. કપ્પા અને લામ્બડા વેરિયન્ટની અસર અંગે કોઇ જાણકારી નથી.
જો કે ડૉ. વી કે પૉલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં એમ કહ્યું હતું કે કપ્પા વેરિયન્ટ ઓછી તિવ્રતાનો વેરિયન્ટ છે.

આ વેરિયન્ટના નામ કેવી રીતે પાડવામાં આવે છે?
ડૉ. પિન્ટોએ જણાવ્યું કે ગ્રીક આલ્ફાબેટ્સને આધારે ડબલ્યુએચઓએ વિવિધ વેરિયન્ટ્સના નામ આપ્યા છે. ચાર વેરિયન્ટ ઓળખી શકાયા છે જે ચિંતા જનક છે અને જે પ્રમાણે રિપોર્ટ થયો તે આધારે તેમને આલ્ફા, બિટા, ગામા, ડેલ્ટા વેરિયન્ટ નામ અપાયા- પહેલાં તે કેન્ટ, સાઉથ આફ્રિકન, બ્રાઝિલિયન અને ઇન્ડિયન વેરિયન્ટ નામ અનુક્રમે અપાયા હતા. બીજા વેરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ જે ફેલાઇ રહ્યા હતા તેમને ઇપ્સિલોન, ઝેટા, ઇટા, થિટા, ઇઓટા, કપ્પા નામ અપાયા જેમાં લેમ્બડા તાજેતરમાં ઉમેરાયો છે.

પ્રાથમિક સારવાર શું હોવી જોઇએ? 
ડૉ. પિન્ટો કહે છે કે ટ્રીટમેન્ટ ત્યારે જ અલગ હોય જ્યારે અત્યારે એન્ટિ બોડિઝના જે કૉકટેલ છે તે અસરકારક ન હોય. બેમલેનિવિમેબ અથવા ઇટેસેવિમેબ એન્ટબૉડી કૉકટેલ નવા વેરિયન્ટ સામે અસરકારક છે અને તે રેગેન CoV જે ભારતમાં વપરાય છે તે પણ આ વેરિયન્ટ પર અસર કરી શકે તેવી શક્યતા છે. આ ઉપરાંત કોવિડ-19ની સારવારમાં વપરાતી ડ્રગ્ઝ આ વેરિયન્ટ પર કામ નહીં કરે તેવું માનવાનું કોઇ કારણ નથી. ડૉ. જીભકટેએ કહ્યું કે કોવિડ-19 પેશન્ટની હાલત જોઇને ડૉક્ટરે સારવાર નક્કી કરવાની રહે તેથી સમયસર ટ્રીટમેન્ટ મળે તે જરૂરી છે.


નવા વેરિયન્ટ સામે વેક્સિન અસરકારક છે?
ડૉ.પિન્ટો કહે છે કે વેક્સિનથી પેદા થયેલી ઇમ્યુનિટી એન્ટિબૉડી પર આધારીત હોય છે અને તેમાં કોષો દ્વારા મિડિયેટ થયેલી રોગપ્રતિકારક શક્તિનો પણ ફાળો હોય છે. આ માટે જ ડેલ્ટા વેરિયન્ટને લેબમાં ન્યુટ્રલાઇઝ કરવા માટે હાય એન્ટિબૉડી ટાઇટર્સની જરૂર હોય છે છતાં પણ હૉસ્પિટલાઇઝેશન અને મોત સામે તો વેક્સિને દર્દીને રક્ષણ આપ્યું જ. આશા છે કે નવા વેરિયન્ટના કેસમાં પણ આમ જ હોય. 

 

 

 

health tips world health organization coronavirus covid19