વધારે ચરબીના કારણે શ્વાસના રોગોનું જોખમ વધી જાય છે

21 October, 2019 08:40 PM IST  |  Mumbai

વધારે ચરબીના કારણે શ્વાસના રોગોનું જોખમ વધી જાય છે

ચરબીવાળા માળસો

Mumbai :યુરોપિયન રેસ્પિરેટરી જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વધારે ચરબીના કારણે શ્વાસ સંબંધિત રોગોનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, આહારને નિયમિત અને મર્યાદિત લેવો જરૂરી છે જેથી મેદસ્વિતાની સમસ્યા ન થાય. વૈજ્ઞાનિકોએ પહેલાથી જ દાવો કર્યો છે કે વધારે વજન અથવા વધારે ચરબીથી વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ અને અસ્થમાની સમસ્યા થાય છે. તાજેતરમાં યુરોપિયન રેસ્પિરેટરી જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં આ હકીકતની વધુ પુષ્ટિ કરી છે. રિસર્ચના લેખખ જ્હોન ઈલયોટજે પર્થ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સર ચાર્લ્સ ગાર્ડનર હોસ્પિટલના સીનિયર ઓફિસર છે.

તેમના જણાવ્યા પ્રમાણે, તેમની ટીમે શ્વસનતંત્ર પર સંપૂર્ણ રિસર્ચ કર્યું હતું. તેમાં તેમને જોયું કે ફેટી ટિશ્યૂજના કારણે ફેફસાના વાયુમાર્ગમાં સમસ્યા ઉભી થાય છે,જે શ્વાસ સંબંધિત સમસ્યાઓને વધારે છે. જ્હોનના જણાવ્યા પ્રમાણે, અમે ડોનેટેડ લંગ્સ એટલે કે ફેફસા પર પણ રિસર્ચ કર્યું છે. તેમાં કુલ 52 નમૂનાઓ હતા, જેમાંથી 15 એવા હતા જેમને અસ્થમાની સમસ્યા નહોતી. 21 એવા લોકો હતા જેમને અસ્થમાની સમસ્યા હતી પરંતુ અન્ય કોઈ કારણોસર તેમનું મૃત્યુ થયું હતું.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

તે ઉપરાંત અન્ય 16 લોકો એવા હતા જેમના મૃત્યુનું કારણ અસ્થમા હતું. તમામ ફેટી ટિશ્યૂની તપાસ કરવામાં આવી હતી. જ્હોનના જણાવ્યા પ્રમાણે, રિસર્ચમાં એ વાત સામે આવી હતી કે, ફેટી ટિશ્યૂથી બોડી માસ ઇન્ડેક્સમાં વધારો થાય છે. તે ઉપરાંત ફેફસાના વાયુમાર્ગમાં પણ સમસ્યા થાય છે જે સંક્રમણને વધારે છે. આવી સ્થિતિમાં ફેફસાં કાર્બન ડાયોક્સાઇડને કાઢવામાં અને પર્યાપ્તમાત્રામાં ઓક્સિજન ગ્રહણ કરવાનું કામ યોગ્ય રીતે નથી કરી શકતા. જેથી પરિણામે ઘણી સમસ્યા આવે છે. જેમ કે, શ્વાસ ફૂલવો, શ્વાસ લેવામાં તકલીફ અને અસ્થમાની સમસ્યા વધી જાય છે.

health tips