સવારની કસરત જેટલી જ સાંજની કસરત લાભકારી છે : અભ્યાસમાં સામે આવ્યું તારણ

15 September, 2019 03:05 PM IST  |  Mumbai

સવારની કસરત જેટલી જ સાંજની કસરત લાભકારી છે : અભ્યાસમાં સામે આવ્યું તારણ

Mumbai : સેલ મેટાબોલિઝ્મ જર્નલમાં પ્રકાશિત થયેલ સ્ટડી અનુસાર સાંજની એક્સરસાઇઝ સવારની કસરત સમાન જ લાભકારી છે. એક્સરસાઇઝની અસર દિવસના અલગ-અલગ સમયના આધારે અલગ-અલગ હોઈ શકે છે. ડેનમાર્કના કોપેહેગન વિશ્વવિદ્યાલયના એસોસિએટ પ્રોફેસર જોનાસ ટ્રીબલે જણાવ્યું કે,સવારે અને સાંજે થતી એક્સરસાઇઝના પ્રભાવ વચ્ચે મહત્ત્વપૂર્ણ અંતર જોવા મળે છે અને આ ડિફરન્સ મોટેભાગે શરીરની સર્કેડિયન ક્લોક દ્વારા નિયંત્રિત થાય છે.


સવારે કરેલી કસરત સુગર અને ફેટને દુર કરે છે
ટ્રીબકે કહ્યું કે, સવારે કરેલી એક્સરસાઇઝ માંસપેશીયોની કોશિકાઓમાં જિન પ્રોગ્રામ શરૂ કરે છે. જે સુગર અને ફેટને દૂર કરવામાં સક્ષમ છે. જ્યારે બીજી તરફ સાંજની એક્સરસાઇઝ સમયની વિસ્તારિત અવધિ માટે આખા શરીરની ઉર્જાના વ્યયને વધારે છે.


સંશોધકોએ માંસપેશીયોની કોશિકાઓમાં ઘણા ફેરફાર જોવામાં આવ્યા છે. જેમાં ટ્રાન્સક્રિપ્શનલ પ્રતિક્રિયા અને મેટાબોલિઝ્મ પરની અસર સામેલ છે. રિઝલ્ટ બતાવે છે કે, સવારે વ્યાયામ કર્યા બાદ બન્ને ક્ષેત્રમાં પ્રતિક્રિયાઓ વધુ મજબૂત થઇ જાય છે અને આ એક કેન્દ્રીય તંત્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. તેમાં પ્રોટીન એચઆઈએફ 1-અલ્ફા સામેલ હોય છે જે ડાયરેક્ટ શરીરની સર્કેડિયન ક્લોકને નિયંત્રિત કરે છે.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ આ વસ્તુઓ જોઈને તમને આવશે તમારા બાળપણની યાદ...

તો ફિટ રહેવા માયે યુવાનોએ દરરોજ 60 મિનિટ કસરત કરવી જોઇએ
શરીરને તંદુરસ્ત રાખવા માટે દરરોજ કસરત કરવી જરૂરી છે. પરંતુ એ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે કે કસરત કેટલી અને કેવી રીતે અને કેટલો સમય કરવી. એક્સપર્ટના કહેવા પ્રમાણે ઉંમરક્ષમતા અને સ્વાસ્થ્યની કાળજી રાખીને જ કસરત પસંદ કરવી જોઇએ. વેટ લોસ સ્પેશિયાલિસ્ટોના મતે કઈ ઉંમરના લોકોએ કેટલું અને કેવું વર્કઆઉટ કરવું જોઇએ તેની એક ચોક્કસ ગણતરી છે.

health tips