22 February, 2025 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. રાજેશ ધારિયા
મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત વિસ્તાર દક્ષિણ મુંબઈમાં ૨૫ વર્ષ કરતાં વધુ વર્ષોથી શ્રેષ્ઠ ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. રાજેશ ધારિયાને લોકો ‘ધ મૅન વિથ અ ગોલ્ડન હૅન્ડ’ તરીકે ઓળખે છે.
છેલ્લા બે દાયકાથી મુંબઈમાં જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ખાસ કરીને ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અત્યંત લોકપ્રિય રહી છે.
પહેલાં કમ્પ્યુટર નેવિગેશન જેણે કેટલાક લોકોને જાણીતા બનાવ્યા અને પછી ફૅશનમાંથી બહાર નીકળી ગયા અને હવે ઘૂંટણ રિપ્લેસમેન્ટ માટે રોબોટિક અસિસ્ટન્સની પ્રગતિએ સામાન્ય લોકોને પ્રભાવિત કર્યા છે.
દરદીઓ રોબોટિક સર્જરીની ડિમાન્ડ કરવા લાગ્યા છે એ હકીકતને ધ્યાનમાં રાખીને એક સર્જ્યન તરીકે ડૉ. રાજેશ ધારિયા જેમણે મુંબઈ, યુકે, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, યુએસએમાં સંપૂર્ણ તાલીમ લીધી છે અને તેઓ કુશળતાથી રોબોટિક સર્જરી કરી રહ્યા છે. ઘૂંટણના રિપ્લેસમેન્ટની સર્જરીમાં રોબોનો ઉપયોગ હાલમાં પ્રાયોગિક છે અને સર્વ જાણતો દરદી પોતાને માટે રોબોટિક સર્જરી જ ઇચ્છે છે. ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીમાં ટેક્નૉલૉજીના આ સમાવેશને જ સાચી પ્રગતિ માનવામાં આવી રહી છે, પરંતુ મોટા ભાગના લોકોને એ ખ્યાલ નથી કે છેલ્લાં ૫૦ વર્ષથી રોબો વિના ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને સફળતાનો દર ૯૬ ટકા છે અને હવે ૧૦૦ ટકા સુધી પહોંચવાની ખોટી આશામાં રોબોટિક કંપનીઓ ભારે માર્કેટિંગ કરી રહી છે. અનેક હૉસ્પિટલો પોતાની હૉસ્પિટલનું સ્ટેટસ જાળવી રાખવા માટે રોબો ખરીદે છે. માર્કેટિંગના ભાગરૂપે એ જાણવું પણ મહત્ત્વનું છે કે રોબોની વિશેષતા ઇમ્પ્લાન્ટ્સ છે.
સર્જરી પહેલા , સર્જરી પછી
પૈસા અને વિસ્તરણની આ દોડમાં દરદીઓના ફાયદા સંપૂર્ણપણે ભુલાવી દેવામાં આવી રહ્યા છે. પૈસાની શક્તિને કારણે જે સમયે રોબો રહેશે ત્યારે દરદીઓ તેમને માટે શું સારું છે એ પસંદ કરવામાં મૂંઝવણ અનુભવશે. ડૉ. રાજેશ ધારિયા ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં રોબો સાથે કે એના વિના ઉત્તમ પરિણામ આપે છે. તેમને તેમની આ શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે અને મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા શ્રેષ્ઠ ઑર્થોપેડિક સર્જ્યનનો અવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
ઘણી સેલિબ્રિટીઓ, હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓ, મંત્રીઓ અને સામાન્ય લોકો ૨૫ વર્ષથી વધુ સમય સુધી તેમની પાસે સારવાર કરાવે છે. ઘૂંટણ અને હિપમાં મોટા ભાગની તકલીફો પ્રમાણભૂત અને પરંપરાગત ઘૂંટણ રિપ્લેસમેન્ટ દ્વારા સુધારી શકાય છે તેમ જ દરદીને પરવડે એ આધારે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અને રોબોટિક અસિસ્ટેડ સર્જરીનો વિકલ્પ પસંદ કરી શકાય છે (કૃપા કરીને નોંધ કરો કે રિપ્લેસમેન્ટ સર્જરી માટે રોબોનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ નથી, એ વૈકલ્પિક છે).
થિયેટર સેટઅપ, ઍનેસ્થેસિયા, હૉસ્પિટલ આઇસીયુ અને સર્જિકલ ટીમનાં ઘણાં બધાં પાસાંઓ સફળતાની વાર્તાઓનો ભાગ છે.
પ્રાઇમરી સિંગલ, ડબલ ઍટ સાઇઝ, રિવિઝન, AVN માટે પ્રાઇમરી હિપ્સ, રિવિઝન, ફ્રૅક્ચર - આ બધાની સારવાર ઘણાં વર્ષોથી જબરદસ્ત સફળતા સાથે કરવામાં આવી રહી છે.