શું તમને ગરમા ચા પીવી ગમે છે, તો ચેતી જજો, કેન્સર થઇ શકે છે

25 March, 2019 03:10 PM IST  | 

શું તમને ગરમા ચા પીવી ગમે છે, તો ચેતી જજો, કેન્સર થઇ શકે છે

પ્રતીકાત્મક તસવીર

ચાનું નામ આવતાં ગુજરાતીઓના કાન સરવા થઈ જતાં જોવા મળે છે. એવામાં જો તમને કોઈ એમ કહી દે કે વધુ ગરમ ચા ન પીશો તો કેવું લાગે. સલાહ આપનારાને એમ કહેવાનું મન ન થઈ જાય કે ચા તો ગરમ જ પીવાય ને. ઠંડી તો છાશ પીવાતી હોય છે જો ચા પણ ઠંડી કરીને જ પીવાની હોય તો તેના કરતાં તો છાશ પી લઈએ. પણ હા વાત ખરેખર વિચારવા જેવી છે કે તમને ખૂબ જ ગરમ ચા પીવાની ટેવ હોય તો ધ્યાન રાખજો થઈ શકે છે અન્નનળીનું કેન્સર.

ગરમ “ચા” પીવી હાનિકારક છે...

દરરોજ આપણે ચા પીતાં હોઈએ છીએ. કદાચ દિવસમાં બે વાર, અને જો તે ખૂબ જ ગરમ હોય તો તે તમારી માટે થઈ શકે છે હાનિકારક. આમ તો ગરમ ચા પીવાની પોતાની એક આગવી મજા હોય છે પણ જો આ મજા સજામાં પરિવર્તે તો? ચા પીવી જીવલેણ બીમારી ન બની જાય તે માટે રાખો કેટલીક બાબતોનું ધ્યાન. જેમ કે વધુ ગરમ ચા ન પીવી, અને ચા ગરમ હોય તો તેને થોડી રાહ જોયા બાદ પીવી.

થઈ શકે છે અન્નનળીનું કેન્સર

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં થયેલ રિસર્ચ મુજબ, ખૂબ જ ગરમ ખોરાક લેનારાઓને ઈસોફેગલ એટલે કે અન્નનળીનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. દરરોજ 75 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ ગરમ ચા પીનારાઓમાં ઈસોફેગલ કેન્સરનું જોખમ બેગણું વધી જાય છે. તો બીજી બાજુ ચા પીતાં પહેલા 4 મિનિટની રાહ આ જોખમ ઘટાડવાનું કામ કરે છે.

આ પણ વાંચો : કેવી રીતે બેસો છો તમે સ્માર્ટફોનમાં ગેમ રમતી વખતે?

ગરમ ચા પીવાથી થતાં કેન્સરનું આ રહ્યું કારણ

અમેરિકન કેન્સર સોસાયટીના ફરહાદ ઈસ્લામી કહે છે કે, ચાય, કૉફી કે હૉટ ચૉકલેટ જેવા ગરમ પીણાં પીતાં પહેલાં થોડી રાહ જોઈ લેવી સારી. રિસર્ચમાં 40થી 75 વર્ષની ઉંમરના 50 હજાર જેટલા લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં. જેમાંથી તારણ એ નીકળ્યું કે રોજની 60 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ તાપમાન ધરાવતી 700 મિલીથી વધુ ચાય-કૉફી પીનારાઓને ઈસોફેગલ કેન્સરનું જોખમ 90 ટકા વધી જાય છે. આ કેન્સર ભારતમાં છઠ્ઠું અને વિશ્વમાં આઠમું સૌથી વધુ પ્રમાણમાં થતું કેન્સર છે.

cancer life and style