ડેન્ગ્યુના મચ્છર કરડવાથી આ ત્રણ પ્રકારના તાવ થાય છે

11 September, 2019 08:15 PM IST  |  Mumbai

ડેન્ગ્યુના મચ્છર કરડવાથી આ ત્રણ પ્રકારના તાવ થાય છે

Mumbai : ડેન્ગ્યુનાં મોટા ભાગના કિસ્સાઓમાં મચ્છરના કરડવાથી હળવો તાવ આવે છે. આ તાવના ત્રણ પ્રકાર છે.



ક્લાસિકલ ડેન્ગ્યુ તાવ
સામાન્ય ડેન્ગ્યુ તાવ આશરે પાંચથી સાત દિવસ સુધી રહે છે ત્યારબાદ દર્દી સાજો થઈ જાય છે. મોટેભાગે આ પ્રકારના તાવના જ કિસ્સા જોવા મળે છે. ક્લાસિકલ ડેન્ગ્યુ તાવના લક્ષણો.

 

1)  ઠંડી લાગ્યા પછી અચાનક ભારે તાવ આવવો

2)  માથું, માસપેશીઓ અને સાંધામાં દુખાવો થવો

3)  આંખોની પાછળનાં ભાગમાં ભાગમાં દુખાવો થવો, જે આંખોને દબાવવાથી કે હલાવવાથી વધે છે.

4)  વધારે પડતી કમજોરી લાગવી અને ભૂખ ન લાગવી

5)  મોમાં ખરાબ સ્વાદ આવવો. ગળામાં હળવો દુખાવો થવો.

6)  ચહેરા, ગરદન અને છાતીનાં ઉપર લાલ-લાબી રંગની ફોલ્લી થવી


ડેન્ગ્યુ હેમરેજિક તાવ (DHF)
આ પ્રકારનાં તાવની બ્લડ-ટેસ્ટ દ્વારા તપાસ થઈ શકે છે. આ તાવમાં પણ સામાન્ય તાવના લક્ષણો જોવા મળે છે. જો અન્ય લક્ષણોની વાત કરીએ તો

 

1)  નાક અને પેઢામાંથી લોહી આવવું

2)  શૌચ અથવા ઊલટીમાં લોહી આવવું

3)  ત્વચા પર ઘટ્ટ વાદળી અને કાળા રંગના નાના મોટા નિશાન પડવા


ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (DSS)
આ પ્રકારના તાવમાં DHFના લક્ષણો સાથે શોકની અવસ્થાનાં પણ લક્ષણો જોવા મળે છે જેવા કે

 

1)  દર્દીને બેચેની થવી

2)  ભયંકર તાવ હોવા છતાં શરીરની ચામડી ઠંડી હોવી

3)  દર્દીઓનું ધીરે ધીરે બેહોશ થવું

4)  દર્દીના ધબકારા ક્યારેક ઝડપી તો ક્યારેક ધીમા થવા

5)  બ્લડ પ્રેશર લો થવું


આ પણ જુઓ :  નર્મદા નદી કિનારે કુદરત-આધ્યાત્મનો અનુભવ કરાવે છે પોઈચાનું નીલકંઠ ધામ,જુઓ ફોટોઝ

આ ત્રણમાંથી ડેન્ગ્યુ હેમરેજિક તાવ અને ડેન્ગ્યુ સિન્ડ્રોમ સૌથી વધુ જોખમકારક છે. સામાન્ય ડેન્ગ્યુ તાવ આપમેળે મટી જાય છે અને તેનાથી જીવને જોખમ રહેતું નથી.


આ ટેસ્ટ કરાવવાથી ખ્યાલ આવી શકે છે તાવના પ્રકારો
મચ્છરના કરડવાના ત્રણ થી પાંચ દિવસોમાં દર્દીને સામાન્ય તાવના લક્ષણો જોવા મળે છે. શરીરમાં બીમારી 3થી 10 દિવસમાં આવી શકે છે. ટેસ્ટ જરૂરથી કરાવો જો તમને તાવ, સાંધામાં દુખાવો અને શરીર ફોલ્લી થઈ હોય. પહેલા જ દિવસે ડેંગ્યુનો ટેસ્ટ કરાવો જોઇએ. ડેન્ગ્યુની તપાસમાં શરૂઆતમાં એન્ટીજન બ્લડ-ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં ડેન્ગ્યુ કેવા પ્રકારનો છે તે જાણી શકાય છે. આ ટેસ્ટમાં ડેન્ગ્યુ શરૂઆતમાં વધારે પોઝિટિવ આવે છે ત્યારબાદ ધીરે ધીરે તેની પોઝિટિવિટી ઓછી થવા લાગે છે. આ ટેસ્ટ ભરેલા અથવા ખાલી પેટે કરાવી શકાય છે.

health tips