પપ્પાને ગ્લુકોમા હતું, શું મને પણ એ થઈ શકે?

16 June, 2021 12:13 PM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

છેલ્લાં વર્ષો એમના ખૂબ કપરાં નીકળ્યાં હતાં. ૭૭ વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું. ઘડપણમાં દૃષ્ટિ જતી રહે તો વ્યક્તિની કેવી હાલત થાય એ હું જાણું છું. શું મને પણ ગ્લુકોમા થઈ શકે?      

GMD Logo

મારી ઉંમર ૬૫ વર્ષની છે. મારા પિતાજી એકદમ સ્વસ્થ હતા, પરંતુ જીવનના છેલ્લા સમયમાં ખાસ કરીને લગભગ ૭૦ વર્ષની ઉંમરે જ એમની દૃષ્ટિ નબળી પડતી ગઈ. અમને લાગતું હતું કે આ ઉંમરને કારણે આવતો પ્રોબ્લેમ છે એટલે કંઈ ખાસ ઇલાજ કરાવ્યો નહોતો. જ્યારે પ્રોબ્લેમ વધતો ચાલ્યો ત્યારે ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે એમને ઝામરની તકલીફ છે. આ રોગને કારણે એમની સંપૂર્ણ દૃષ્ટિ જતી રહી. છેલ્લાં વર્ષો એમના ખૂબ કપરાં નીકળ્યાં હતાં. ૭૭ વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું. ઘડપણમાં દૃષ્ટિ જતી રહે તો વ્યક્તિની કેવી હાલત થાય એ હું જાણું છું. શું મને પણ ગ્લુકોમા થઈ શકે?      
 
ઉંમરને કારણે આવતો અંધાપો એ બીજું કંઈ નહીં પરંતુ ગ્લુકોમા છે. ગ્લુકોમા એ જિનેટિક રોગ છે એટલે જો તમારા પિતાજીને આ રોગ હતો તો તમને પણ આ રોગ થવાની શક્યતા ઘણી વધારે હોઈ શકે છે. તમને જ નહીં તમારાં ભાઈ-બહેન હોય તો એમને પણ. તમારી વાત સાચી છે કે વૃદ્ધાવસ્થામાં દૃષ્ટિ જતી રહે તો ખૂબ જ હાલત ખરાબ થઈ જાય છે. આ માટે જો તમે ઇચ્છતા હો કે તમને ગ્લુકોમા ન થાય, તો એવી કોઈ જ દવા નથી કે જેનાથી આ રોગને થતો અટકાવી શકાય, પણ હતાશ થવાની જરૂર નથી. આ રોગથી બચવાની એક જ તરકીબ છે કે તમે એનું નિદાન જલદીથી જલદી કરાવી શકો, એ માટે દર વર્ષે આંખનું ચેક-અપ કરાવતા રહો. જો એનું નિદાન જલદી થશે તો આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે.
મોટા ભાગે લોકો કોઈ લક્ષણો આવે એની રાહ જોતા બેસી રહે છે, પરંતુ ગ્લુકોમામાં કોઈ વ્યક્તિને લક્ષણો હોય તો કોઈને નથી હોતાં. સીધુ ઝાંખું દેખાવાનું શરૂ થાય ત્યારે તમે ચેક-અપ કરાવો તો મોડું થઈ જાય છે, કારણકે ત્યાં સુધીમાં આંખ ડેમેજ થઈ જાય છે અને એ ડેમેજને રિપેર કરી શકાતું નથી. જો નિદાન જલદી થાય તો આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે. જે માટે દવા શરૂ કરવામાં આવે એ દવાને કે આઇ-ડ્રોપને જીવનભર વાપરવા પડે છે. જો એને વચ્ચેથી મૂકી દઈએ તો દૃષ્ટિ જતી રહે છે. સારું છે કે તમે જાગ્રત છો. માટે ગફલતમાં રહ્યા વગર ગ્લુકોમા જેવા જિનેટિક એટલે કે વારસાગત આવતા રોગથી બચવા રેગ્યુલર ચેક-અપ જરૂરી છે એ ભૂલતા નહીં. ચેક-અપ કરાવતા રહેજો, લક્ષણોની રાહ જોવાની જરૂરત નથી. 

health tips columnists