સ્મિમિંગ પુલનું પાણી ત્વચા બગાડી શકે છે, બાળકોને અનેક બિમારીઓ થઇ શકે છે

30 June, 2019 11:40 PM IST  |  Mumbai

સ્મિમિંગ પુલનું પાણી ત્વચા બગાડી શકે છે, બાળકોને અનેક બિમારીઓ થઇ શકે છે

Mumbai : સ્વિમિંગ પુલ અને વોટર પાર્કમાં જતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બાળકો સ્વિમિંગમાં વધુ જતાં હોય છે. ત્યારે માતા-પિતાની જવાબદારી બને છે કે ક્યાંક બાળકોની મજા તેમના બીમાર પાડવાનું કારણ ન બની જાય. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે સ્વિમિંગ પુલ આપણા શરીરને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. પેટમાં દુખાવો, મરોડ, ઉલ્ટી, ત્વચામાં બળતરા જેવા રોગોની ફરિયાદો શરૂ થઈ જાય છે. જેનું મુખ્ય કારણ પુલના પાણીને સાફ રાખવા માટે ક્લોરિનની માત્રા ઉમેરવામાં આવે છે, તે શરીર માટે નુકસાનકારક હોય છે. આમ આ કારણથી અનેક રોગો બાળકો માટે સમસ્યા ઉભી કરી શકે છે.


ડાયરિયા થઈ શકે છે

રિક્રિએશનલ વોટર ઈલનેસ (RWI)એટલે પાણી સંબંધિત મનોરંજક પ્રવૃત્તિઓથી થતા રોગો દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી અથવા પીવાથી થાય છે. RWIમાં ઘણા પ્રકારના ચેપ સામેલ હોય છે. તેમાં પેટ સંબંધિત બિમારી, ત્વચા, કાન, આંખ અને ન્યુરોલોજિકલ ઈન્ફેક્શન પણ થવાનું જોખમ રહેલું હોય છે. જોકે, આ બધામાં ડાયરિયા સામાન્ય છે. ડોકટરોનું પણ માનવું છે કે સ્વિમિંગ પૂલના પાણીમાં એવા બેક્ટેરિયા જોવા મળે છે જે ડાયરિયાનું કારણ બને છે. સ્વિમિંગ પૂલના પાણીમાં નોરોવાઇરસ, ઈ કોલાઈ અને લેજિયોનેલા વગેરે રોગો થવાનું જોખમ પણ રહે છે.

આ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

આ સાવધાની વર્તવી જોઇએ
સ્વિમિંગ પુલમાં જતા પહેલાં અનેક પ્રકારની સાવધાની વર્તવાની જરૂર છે. પૂલમાં સ્વિમિંગ કરતી વખતે મોઢામાં પાણી ન જવું જોઇએ. આ ઉપરાંત, પુલમાં ક્યારેય શૌચ ન કરવું. સ્વિમિંગ કરતી વખતે વચ્ચે બાથરૂમ જવા માટે બ્રેક અવશ્ય લેવો. સ્વિમિંગ પછી જો તમારા શરીર પર ફોલ્લીઓ અથવા લાલા ચકામા પડી જાય છે તો એન્ટિ ઈચિંગ ક્રીમ અથવા મેન્થોલ લગાવો. આશરે સાતથી દસ દિવસની અંદર પણ જો આ લાલ ચકામા ન જાય તો ડોક્ટરનો સંપર્ક કરો. પાણીમાં ક્લોરિનની માત્રા વધુ હોવાથી વાળ ઊતરવાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી સ્વિમિંગ કેપનો ઉપયોગ કરો. આ ઉપરાંત, એ પણ ધ્યાનમાં રાખો કે પુલનું પાણી દૂષિત હોય તો પુલ ઓપરેટર્સને જણાવો અને તે યોગ્ય રીતે સાફ થાય છે કે નહીં તે પણ ચકાસો.

health tips