દોઢ કરોડ લોકોનું જીવન દરવર્ષે છીનવી લે છે સ્ટ્રૉક, આ રીતે રહો સુરક્ષિત

29 October, 2019 03:44 PM IST  |  મુંબઈ ડેસ્ક

દોઢ કરોડ લોકોનું જીવન દરવર્ષે છીનવી લે છે સ્ટ્રૉક, આ રીતે રહો સુરક્ષિત

સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ એક ગંભીર બીમારી છે, જેનો શિકાર કોઈ પણ ક્યારે પણ થઈ શકે છે. મેડિકલ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વિશ્વભરમાં સૌથી વધારે લોકો સ્ટ્રૉકને કારણે જ વિકલાંગ થાય છે, જ્યારે અનેક લોકોનો જીવ જાય છે. તેની યોગ્ય સમયે સારવાર ન થાય તો શારીરિક અને માનસિક દુષ્પરિણામો આવે છે. જો કે આ બીમારીની યોગ્ય ઓળખ અને સારવાર કરવામાં આવે તો રોગીઓને પણ સાજા કરી શકાય છે.

વર્લ્ડ સ્ટ્રોક કેમ્પેનની એક રિપોર્ટ પ્રમાણે, દર વર્ષે લગભગ દોઢ કરોડ જેટલા લોકો સ્ટ્રૉકના શિકાર બને છે. તેમાંથી લગભગ 55 લાખ લોકોનું મૃત્યુ આ ગંભીર બીમારીને કારણે થાય છે. વિશ્વભરમાં અત્યાર સુધી લગભગ 8 કરોડ લોકોને આ બીમારી થઈ છે તેવું તારણ આવી ચૂક્યું છે. આ બીમારીની અસર ન ફક્ત લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થય પર પડે છે પણ તેમની સંચાર શક્તિ પણ નબળી પડે છે.

શું છે સ્ટ્રોક?
કોઇપણ વ્યક્તિ સ્ટ્રોકનો શિકાર થઈ શકે છે. ચિકિત્સકો પ્રમાણે આ મગજની કોશિકાઓ વચ્ચે યોગ્ય બ્લડ સર્ક્યુલેશન ન થવાની પરિસ્થિતિમાં થાય છે. જ્યારે આ કોશિકાઓને પર્યાપ્ત ઑક્સીજન અને પોષણ મળવાનું બંધ થઈ જાય છે ત્યારે વ્યક્તિ સ્ટ્રૉકનો શિકાર બને છે.

સ્ટ્રૉકના લક્ષણો
સ્ટ્રૉકની અવસ્થામાં વ્યક્તિનું મોઢું આડું થઈ જવું, હાથ-પગ કે શરીરનો કોઇક ભાગ નજીવો થઈ જવો, જીભ લથડવી કે યોગ્ય રીતે બોલી ન શકવું આવા લક્ષણો જોવા મળે છે. આ પરિસ્થિતિમાં તરત જ ડૉક્ટરની સલાહ લઈને સારવાર કરાવવી જોઈએ.

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

શું છે સ્ટ્રૉકથી બચવાના ઉપાયો
1. પોતાનું બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખવું અને તેની નિયમિત તપાસ કરાવવી.
2. ધૂમ્રપાન અને મેદસ્વી પદાર્થોનું સેવન કરવાથી બચવું અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
3. કૉલેસ્ટ્રૉલયુક્ત ખોરાકથી બચવું. આનાથી સ્ટ્રૉકની શક્યતા વધી જાય છે.
4. દરરોજ વૉક કરવું અને અઠવાડિયામાં પાંચ દિવસ તો 30 મિનિટ જેટલું વર્કઆઉટ કરવું.
5. ફળ અને લીલી શાકભાજીનું શક્ય તેટલું વધારે સેવન કરવું.
6. શરીરમાં વધતી કૅલરીને બર્ન કરવા માટે કોઇક ને કોઇક ફિઝિકલ એક્ટિવિટીમાં ભાગ લેવો.

health tips life and style