નકારાત્મક વિચાર તમને લાવી શકે છે ડિપ્રેશનમાં

23 August, 2019 09:16 PM IST  | 

નકારાત્મક વિચાર તમને લાવી શકે છે ડિપ્રેશનમાં

સફળતા પ્રાપ્ત કરવા માટે અને સ્વસ્થ રહેવા ખૂબ જ જરૂરી છે તમારા વિચારો. શક્તિશાળી પોઝિટિવ વિચાર સફળતા મેળવવા માટે મદદરૂપ થાય છે. પોઝિટિવ અને નેગેટિવ વિચારનો સીધો સંબંધ આપણા મગજ સાથે છે. આપણું મગજ નેગેટિવ વિચારો માટે ઝડપથી પ્રતિક્રિયા આપે છે અને આજ કારણ છે સારી વાતો કરતાં ખરાબ વાતોની અસર આપણા પર વધારે થાય છે.

પોઝિટિવ વિચારવાથી આપણું મગજ એ માની લે છે કે બધી જ વસ્તુઓ નિયંત્રણમાં છે અને તેને લઈને કશું કરવાની જરૂર નથી. મગજમાં નેગેટિવ વિચારને લીધે ઉત્પન્ન થતા તણાવો મગજમાં ફેરફાર લાવે છે. આ ફેરફારોને કારણે માનસિક વિકારો જેવા કે હતાશા અને મૂડ ડિસઓર્ડર જેવી સમસ્યાઓની શરૂઆત થાય છે. નેગેટિવ વિચારો તણાવ માટે જવાબદાર હોર્મોન ‘કોર્ટિસોલ’ની માત્રા શરીરમાં વધી જાય છે.

કોઈ પણ પરિસ્થિતિઓમાં માત્ર તેના સારા ગુણ પર જ ધ્યાન આપવામાં આવે તો મગજની હકારાત્મક વિચારવાની ક્ષમતામાં વધારો થાય છે. પોઝિટિવ રહેવા માટે તમારી નિષ્ફળતાને સકારાત્મક્તા પરિવર્તિત કરો.
તમારો કોઈ પ્રોજેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો હોય અથવા તે નિષ્ફળ નીવડ્યો હોય તો નિરાશ થઈને અન્ય વ્યક્તિ સાથે પોતાની સરખામણી કરીને હતાશ ન થવું જોઈએ. તેને બદલે નિષ્ફળતા માટે જવાબદાર કારણોની નોંધ કરીને નેક્સ્ટ પ્રોજેક્ટમાં સારું પર્ફોર્મન્સ આપવું જોઈએ.

પોઝિટિવ રહેવા માટે એવા લોકો સાથે સમય વિતાવો છે સકારાત્મક વિચારસરણી ધરાવે. તમારો મેક્સિમમ સમય પોઝિટિવ લોકો સાથે પસાર કરો. પોતાની જાતને મિત્ર બનાવો. અન્ય લોકો સાથે પોતાની સરખામણી કરવાનું ટાળો.

health tips gujarati mid-day