OMG ધૂમ્રપાન કરતા વ્યક્તિના ફેફસાં દેખાય છે આવા, જુઓ વીડિયો

19 November, 2019 05:35 PM IST  |  Mumbai Desk

OMG ધૂમ્રપાન કરતા વ્યક્તિના ફેફસાં દેખાય છે આવા, જુઓ વીડિયો

સરકાર સતત પ્રયત્ન કરે છે કે લોકોને ધૂમ્રપાન વિરુદ્ધ સતર્ક કરી શકે અને જણાવે કે કેવી રીતે તેમનો જીવ લઈ શકે છે. સિગરેટના પેકેટ્સ પર ભયાવહ તસવીરો છાપ્યા છતાં લોકોને કોઇ ફરક નથી પડતો અને તે સતત સ્મોકિંગ કરતાં રહે છે. પણ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જે તમને આ ધૂમ્રપાનને કારણે થતાં તમારા ફેફસાં અને શરીરને થતાં ઘાતક નુકસાનની હકીકત જણાવશે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને જોઈને ડરને માર્યે તમારી રૂવાંટાં ઉભાં થઈ જશે.

આ વીડિયોમાં એક ધૂમ્રપાન કરનારાના ફેફસાં બતાવવામાં આવ્યા છે અને તેમાં દેખાતાં ફેફસાં એક ધૂમ્રપાન કરતાં વ્યક્તિએ દાન કર્યા છે. જે વ્યક્તિના આ ફેફસાં છે તે 52 વર્ષનો હતો અને 30 વર્ષથી ધૂમ્રપાન કરતો હતો. તેના તાજેતરમાં જ તેનું મૃત્યુ થયું અને તેના ફેફસાં દાન કરી દીધા છે.

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ચીનના વુક્સી પીપલ્સ હૉસ્પિટલનો છે જ્યાંના ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડૉક્ટર્સે આ વીડિયો બનાવ્યો છે. તેમણે ડોનેટ કરવામાં આવેલા મૃતક વ્યક્તિના ફેફસાંને કોઇ અન્ય વ્યક્તિવા શરીરમાં લગાડવા માટે ના પાડી દીધી છે કારણ કે તે સતત ધૂમ્રપાનથી એટલા બધાં ખરાબ થઈ ગયા હતા કે બીજા વ્યક્તિને નવી બીમારીઓ આપી દેતા.

હૉસ્પિટલના ડૉક્ટર ચેન જિંગયૂએ જ્યારે આ ડોનેટેડ ફેફસાં જોયા તો બીજા વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. જિંગયૂએ કહ્યું કે દેશમાં અનેક લોકોના ફેફસાં સતત સિગરેટ કે બીજા ધૂમ્રપાનને કારણે એવા થઈ ગયા હતા. અમારી ટીમે આ ફેફસાં રિજેક્ટ કરી દીધા છે. તેમણે જોર આપતાં કહ્યું કે, "જુઓ આ ફેફસાંને, શું હજી પણ તમે સિગરેટ પીવા માગશો."

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

હજી પણ સમય છે સુધરી જાય...
ભલે આ વીડિયો ચીનનો છે અને કોઈ એવા વ્યક્તિનો છે જેણે 30 વર્ષ સુધી સતત સ્મોકિંગ કરી હોય. પણ આવો હાલ તે લોકોનો પણ થઈ શકે છે જે રોજ સિગરેટ ફૂંકતા જોવા મળે છે. જો તમે પણ ચેન સ્મોકર છો અને દિવસમાં થોડીક જ સિગરેટ પીવાનો દાવો કરો છો તો પણ સાવચેત થઈ જાઓ કારણકે શોખ ક્યારે આદત બની જાય છે ખબર જ નથી પડતી અને જ્યાં સુધી તમે સાવચેત થઈ શકો તમારા ફેફસાંની હાલત કંઇક આવી થઈ જાય છે.

health tips